Breaking News : Lebanon બોર્ડર પર ઇઝરાયલનો બોમ્બમારો, કવરેજ કરી રહેલા એક પત્રકારનું મોત, 6 ઘાયલ

Lebanon સરહદ પર ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને કવર કરતી વખતે એક પત્રકારનું મોત થયું છે, જ્યારે અન્ય 6 લોકો ઘાયલ થયા છે . તમામ લોકો પત્રકાર હોવાનું જણાય રહ્યું છે તે તમામ દક્ષિણ લેબનોન સરહદને અડીને આવેલા વિસ્તારોમાં યુદ્ધને કવર કરી રહ્યા હતા. તમામને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. કતારના અલ-જઝીરા ટીવીએ જણાવ્યું કે અમારા બે કર્મચારીઓ એલી બ્રાખ્યા અને રિપોર્ટર કાર્મેન જોખદાર ઘાયલ થયા છે.

Breaking News : Lebanon બોર્ડર પર ઇઝરાયલનો બોમ્બમારો, કવરેજ કરી રહેલા એક પત્રકારનું મોત, 6 ઘાયલ
breaking news israel bombs on lebanon border
| Updated on: Oct 14, 2023 | 8:31 AM

Israel Palestine Conflict: Lebanon સરહદ પર ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને કવર કરતી વખતે એક પત્રકારનું મોત થયું છે, જ્યારે અન્ય 6 લોકો ઘાયલ થયા છે . તમામ લોકો પત્રકાર હોવાનું જણાય રહ્યું છે તે તમામ દક્ષિણ લેબનોન સરહદને અડીને આવેલા વિસ્તારોમાં યુદ્ધને કવર કરી રહ્યા હતા. તમામને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. કતારના અલ-જઝીરા ટીવીએ જણાવ્યું કે અમારા બે કર્મચારીઓ એલી બ્રાખ્યા અને રિપોર્ટર કાર્મેન જોખદાર ઘાયલ થયા છે.

લેબનોન સરહદ પર ભીષણ ગોળીબાર

ગયા શુક્રવારે લેબનોન-ઈઝરાયેલ સરહદ પર ઈઝરાયેલી સૈનિકો અને લેબનીઝ ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાહ વચ્ચે ભીષણ ગોળીબારી થઈ હતી. મળતી માહિતી અનુસાર આ ફાયરિંગમાં રોયટર્સના એક પત્રકારનું મોત થયું છે. જ્યારે અન્ય 6 પત્રકારો ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રોયટર્સે એક નિવેદન જારી કરીને કહ્યું કે લેબનોન બોર્ડર પર ઈઝરાયેલના ગોળીબારમાં તેનો વીડિયોગ્રાફર ઈસમ અબ્દુલ્લા માર્યો ગયો.

7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલુ છે

બે પત્રકારો, તાયર અલ સુદાની અને મેહર નજાહ ઘાયલ થયા છે. રોઇટર્સે કહ્યું કે અમે આ સંબંધમાં વધુ માહિતી એકઠી કરી રહ્યા છીએ. આ ઉપરાંત મૃતક પત્રકારો અને ઘાયલ કર્મચારીઓને દરેક સંભવ મદદ કરવામાં આવી રહી છે. 7 ઓક્ટોબરે ઇઝરાયેલ પર હમાસ દ્વારા 5000 રોકેટથી હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે ઇઝરાયેલે યુદ્ધની જાહેરાત કરી હતી.

હમાસના ઘણા આતંકી ઠેકાણાઓને નષ્ટ કર્યા

બંને વચ્ચે યુદ્ધ ચાલુ રહે છે. હમાસના ગઢ ગણાતા ગાઝા પર ઈઝરાયેલ દ્વારા સતત બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. હમાસની ઘણી જગ્યાઓ નાશ પામી છે. આ સાથે જ ઈઝરાયેલ દ્વારા ગાઝામાં વીજળી અને પાણીનો પુરવઠો પણ ખોરવાઈ ગયો છે. આ યુદ્ધમાં હિઝબુલ્લાહ પણ હમાસ વતી ઇઝરાયેલ પર સતત હુમલા કરી રહ્યું છે.

હમાસની જેમ હિઝબુલ્લાહ પણ એક ઉગ્રવાદી સંગઠન છે, જે છેલ્લા ઘણા વર્ષોથી લેબનોનમાં સક્રિય છે. ઈઝરાયેલનો આરોપ છે કે ઈરાન દ્વારા આ સંગઠનોને સતત મદદ કરવામાં આવી રહી છે. અમેરિકા જેવા અનેક શક્તિશાળી દેશ આ લડાઈમાં ઈઝરાયલની સાથે ઉભા છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:15 am, Sat, 14 October 23