પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની પૂર્વ પત્ની અને રાજકીય કાર્યકર રેહમ ખાન પર હુમલો થયો છે. રહેમ ખાને ટ્વીટ કરીને જાણકારી આપી છે. તો બીજી તરફ ઇમરાન ખાન ઉપર નિશાન સાધ્યું છે. રહેમ ખાન લગ્નમાંથી પરત ફરી રહી તે સમયે તેના પર જાન લેવા હુમલો થયો હતો. સદનસીબે જાનહાની ટળી હતી.
On the way back from my nephew’s marriage my car just got fired at & two men on a motorbike held vehicle at gunpoint!! I had just changed vehicles.
My PS & driver were in the car. This is Imran Khan’s New Pakistan? Welcome to the state of cowards, thugs & the greedy!!— Reham Khan (@RehamKhan1) January 2, 2022
રહેમ ખાને ટ્વીટમાં જણાવ્યું હતું કે, મારા ભત્રીજાના લગ્નમાંથી પાછા ફરતી વખતે મારી કાર પર ગોળીબાર થયો અને મોટરબાઈક પર આવેલા બે માણસોએ બંદૂકની અણીએ વાહન પકડ્યું હતું!! મેં હમણાં જ વાહનો બદલ્યા હતા. મારા પીએસ અને ડ્રાઈવર કારમાં હતા. આ છે ઈમરાન ખાનનું નવું પાકિસ્તાન? કાયર, ઠગ અને લાલચુ રાજ્યમાં આપનું સ્વાગત છે!!
નોંધનીય છે કે, રેહમે લગ્ન પહેલા જ ઈમરાન ખાન પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. રેહમના કહેવા પ્રમાણે, જ્યારે તે બીજી વખત ઈમરાનને મળી અને ફરવા ગઈ ત્યારે ઈમરાને તેની છેડતી કરવાનો પ્રયાસ કર્યો. રેહમે કહ્યું, ‘જ્યારે અમે ફરવા ગયા ત્યારે ઈમરાને તેની રાજનીતિ, બાળકો વિશે વાત કરી અને મારા વખાણ પણ કર્યા હતા. પછી અમે રાત્રિભોજન કર્યું, ત્યારબાદ તેણે મારી છેડતી કરી. હું ડરી ગઈ અને વિચારવા લાગી કે હું અહીં કેમ આવી છું. મેં ઈમરાનને ધક્કો માર્યો. આ પછી ઈમરાને કહ્યું કે હું જાણું છું કે તમે તે છોકરી નથી અને તેથી જ હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. મેં કહ્યું તું પાગલ છે. હું તને ઓળખતી પણ નથી અને તું મારી સાથે લગ્ન કરવાની વાત કરે છે.
પાકિસ્તાની ક્રિકેટર અને રાજનેતા ઈમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ ખાને તેના નવા પુસ્તકમાં દાવો કર્યો છે કે પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના અધ્યક્ષને કેટલાક ભારતીયો સહિત પાંચ ગેરકાયદેસર બાળકો છે.
આ પણ વાંચો : Children Corona Vaccination: આજથી 15-18 વર્ષના બાળકોને લાગશે વેક્સીન, અત્યાર સુધીમાં થયા 6.79 લાખ થયા રજીસ્ટ્રેશન
Published On - 6:27 am, Mon, 3 January 22