અમેરિકાના સૌથી મોટા ખેડૂત Bill Gates નું હજારો એકરનું ખેતર અંતરીક્ષમાંથી પણ દેખાય છે!

|

Jun 11, 2021 | 7:19 PM

એક રીપોર્ટ અનુસાર અમેરિકાના 18 રાજ્યોમાં Bill Gates પાસે ખેતીની જમીન છે. બિલ ગેટ્સ અમેરિકાના સૌથી મોટા ધનિક સાથે સૌથી મોટા ખેડૂત પણ છે.

અમેરિકાના સૌથી મોટા ખેડૂત Bill Gates નું હજારો એકરનું ખેતર અંતરીક્ષમાંથી પણ દેખાય છે!
FILE PHOTO : Bill and Melinda Gates

Follow us on

Bill Gates, આ નામથી કોણ પરિચિત નથી? વિશ્વના સૌથી ધનિક લોકોમાંના એક બિલ ગેટ્સે તાજેતરમાં જ પત્ની મેલિન્ડા ગેટ્સ સાથેના 27 વર્ષ જુના સંબંધોને તોડીને છૂટાછેડાની ઘોષણા કરી હતી. પરંતુ અહી આપણે વાત કરવાની છે ખેડૂત બિલ ગેટ્સની, એ જ બિલ ગેટ્સ જે અમેરિકાના સૌથી મોટા ધનિક સાથે સૌથી મોટા ખેડૂત પણ છે. બિલ ગેટ્સ પાસે એટલું મોટું ખેતર છે કે તે અંતરીક્ષમાંથી પણ દેખાય છે.

 

Bill Gates અમેરિકાના સૌથી મોટા ખેડૂત
Bill Gates અમેરિકાના સૌથી મોટા ખેડૂત છે. બિલ ગેટ્સ અને મેલિન્ડા ગેટ્સ પાસે 269,000 એકર ખેતીની જમીન છે. તે તેના ખેતરમાં બટાટા ઉપરાંત ગાજર અને ડુંગળી પણ મોટા પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. મેકડોનાલ્ડ (McDonald) ની ફ્રેન્ચ ફ્રાઈસ માટે આવતા બટાટા બિલ ગેટ્સના ખેતરમાંથી આવે છે. આ સિવાય તેમના ખેતરોમાં અનેક પ્રકારના પાક ઉગાડવામાં આવે છે.


અંતરીક્ષમાંથી પણ દેખાય છે Bill Gates નું ખેતર!

અંતરીક્ષમાંથી પણ દેખાય છે Bill Gates નું ખેતર
બિલ ગેટ્સના ખેતરનું નામ Washington છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે બિલ ગેટ્સનું આ ખેતર એટલું મોટું છે કે અંતરીક્ષમાંથી પણ આ ખેતર દેખાય છે. એક રીપોર્ટ અનુસાર અમેરિકાના 18 રાજ્યોમાં બિલ ગેટ્સ પાસે ખેતીની જમીન છે. બિલ ગેટ્સ Louisiana ની 70,000 એકર જમીનમાં સોયાબીન, મકાઈ, કપાસ અને ડાંગરની ખેતી કરે છે. Nebraska ના 20,000 એકર ખેતર અને Washington 14,000 એકર જમીનમાં સોયાબીન સાથે બટાટાની ખેતી કરે છે, જેનો સપ્લાય મેકડોનાલ્ડ (McDonald)ને કરવામાં આવે છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

66,000 એકરમાં ફેલાયેલું છે બિલ ગેટ્સનું આલીશાન ઘર

66,000 એકરમાં ફેલાયેલું છે બિલ ગેટ્સનું આલીશાન ઘર
બિલ ગેટ્સે તાજેતરમાં જ પત્ની મેલિન્ડા ગેટ્સ સાથેના 27 વર્ષ જુના સંબંધોને તોડીને છૂટાછેડાની જાહેરાત કરી હતી. હાલમાં તે વોશિંગ્ટનના મદીનામાં 66,000 એકરમાં બનેલા પોતાના આલીશાન ઘરમાં સમય પસાર કરી રહ્યાં છે. બિલ ગેટ્સનું આલીશાન ઘર તે પેસિફિક લોજ-શૈલીમાં બનાવવામાં આવ્યું છે.

તળાવના આગળના ભાગની સામે હોવાને કારણે બિલ ગેટ્સના ઘરના દૃશ્યો ખૂબ સુંદર છે.બિલ ગેટ્સનું મકાન બનાવવામાં સાત વર્ષ લાગ્યા હતા. આશરે 300 જેટલા કામદારોએ બિલ ગેટ્સનું ઘર બનાવ્યું છે, જેમાં 100 થી વધુ ઇલેક્ટ્રિશિયન હતા. એવું કહેવામાં આવે છે કે અહીં 52 માઇલ જેટલી લંબાઈના ઓપ્ટિક કેબલ નાખવામાં આવ્યાં છે.

Published On - 7:17 pm, Fri, 11 June 21

Next Article