એક પાકિસ્તાની યુવતી વાઘા-અટારી ઈન્ટરનેશનલ બોર્ડર પાર કરીને મંગળવારે કોલકાતામાં રહેતા એક વ્યક્તિ સાથે લગ્ન કરવા ભારતમાં પ્રવેશી છે. બંને આવતા વર્ષે જાન્યુઆરીમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. કરાચીની રહેવાસી જવેરિયા ખાનુમ નામની મહિલા અમૃતસર જિલ્લાના અટારીથી ભારતીય સરહદમાં પ્રવેશી હતી. જ્યાં તેનો મંગેતર સમીર ખાન અને તેનો પરિવાર તેને લેવા ઢોલ નગાળા સાથે પહોચ્યોં હતો અને તેનું ભારતમાં સ્વાગત કર્યુ હતુ. જેનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
અગાઉ,જવેરિયા ખાનમની બે વાર વિઝા અરજીઓ નકારી કાઢવામાં આવી હતી જે બાદ 45 દિવસના વિઝા આપવામાં આવ્યા છે. જોકે એગાઉ જ લગ્ન કરવા હતા પણ કોવિડ રોગચાળાને કારણે તેના લગ્ન લગભગ 5 વર્ષ માટે મુલતવી રાખવામાં આવ્યા. દંપતીએ એક રીપોર્ટમાં જણાવ્યું હતું કે લગ્ન આગામી જાન્યુઆરીમાં થશે. ખાનુમે કહ્યું, “મને 45 દિવસ માટે વિઝા આપવામાં આવ્યા છે. હું અહીં આવીને ખૂબ જ ખુશ છું. અહીં પહોંચતા જ મને ઘણો પ્રેમ મળ્યો. લગ્ન જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં થશે.”
Amritsar, #Punjab: A Pakistani woman, Javeria Khanum arrived in India (at the Attari-Wagah border) to marry her fiancé Sameer Khan, a Kolkata resident. She was welcomed in India to the beats of ‘dhol’.
She says, “I am extremely happy…I want to convey my special thanks to the… pic.twitter.com/WQMivuZQHa
— Tv9 Gujarati (@tv9gujarati) December 6, 2023
તેણે લગ્ન માટે ભારત જવાની શક્યતા અંગે ખુશી વ્યક્ત કરીને બે વખત વિઝા મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્રીજા પ્રયાસમાં તે સફળ રહ્યો હતો. “તે એક સુખી અંત અને સુખી શરૂઆત છે,” તેણે કહ્યું. ખાનુમે આગળ કહ્યું, ઘરમાં બધા ખુશ છે, હું વિશ્વાસ નથી કરી શકતી કે 5 વર્ષ પછી મને વિઝા મળ્યા છે.
બન્ને એકબીજાના સંપર્કમાં કેવી રીતે આવ્યા તે વિશે વાત કરતા, યુવક સમીર ખાને કહ્યું કે તેણે તેની માતાના મોબાઇલ ફોન પર જવેરિયાનો ફોટા જોયો હતો પછી તેની સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. “તે બધું મે 2018 માં શરૂ થયું,” તેણે કહ્યું. હું મારો અભ્યાસ પૂર્ણ કરીને જર્મનીથી ઘરે પાછો આવ્યો હતો, મેં મારી માતાના ફોન પર તેના ફોટા જોયા અને મારી ઇચ્છા વ્યક્ત કરી. મેં મારી માતાને કહ્યું કે હું જવેરિયા સાથે લગ્ન કરવા માંગુ છું.
ખાને વિઝા માટે ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું કે જર્મનીમાં અભ્યાસ કરતી વખતે તેણે આફ્રિકા, અમેરિકા, સ્પેન અને અન્ય દેશોમાંથી ઘણા મિત્રો બનાવ્યા અને તે બધા લગ્નમાં પણ આવે તેવી શક્યતા છે. પત્રકાર સાથે વાત કર્યા બાદ દંપતી અમૃતસરથી કોલકાતાની ફ્લાઈટમાં ચઢવા માટે રવાના થઈ ગયું.
Published On - 2:37 pm, Wed, 6 December 23