
મગની દાળ- જ્યારે પણ કોઈ બીમાર પડે છે ત્યારે ડોક્ટર તેને મગની દાળ અથવા ખીચડી ખાવાનું કહે છે. કારણ કે તે શરીરને શક્તિ આપે છે, કારણ કે મગ હલકો ખોરાક છે.માંદગી દરમિયાન પણ પેટ તેને સરળતાથી પચાવી લે છે અને યુએસડીએ મુજબ તે કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, વિટામિન સી પણ આપે છે.

અડદની દાળ- અળદની દાળ પચવામાં થોડી ભારે છે, પરંતુ તેમા ફેટ અને કેલરી ઘણી ઓછી હોય છે. તેને ખાવાથી હૃદય, નર્વસ સિસ્ટમ અને હાડકાં મજબૂત થઈ શકે છે.

ચણાની દાળ- ચણાની દાળમાં ફાઈબર અને પ્રોટીન ભરપૂર હોય છે અને તે શરીરને અનેક રીતે ફાયદો કરે છે. સ્નાયુઓને મજબૂત કરવા ઉપરાંત, તે લાલ રક્તકણોના ઉત્પાદનમાં મદદ કરે છે અને એનિમિયાને અટકાવે છે. આ ખાવાથી સ્ટેમિના પણ સુધરે છે.