Health Tips: સફેદ કે બ્રાઉન સુગર? બંનેમાંથી કઇ વધારે હેલ્ધી, જાણો એક્સપર્ટનો અભિપ્રાય

White or Brown Sugar: જ્યારે પણ મીઠાઈ ખાવાની વાત આવે છે, ત્યારે ઘણા લોકોને સ્વાસ્થ્યની ચિંતા સતાવે છે. લોકો ઘરમાં વપરાતી સફેદ ખાંડ કરતાં બ્રાઉન સુગરને વધુ આરોગ્યપ્રદ માને છે. તો ચાલો ન્યુટ્રિશનિસ્ટ સાક્ષી પાસેથી જાણીએ કે બંને વચ્ચે શું સ્વાસ્થ્યપ્રદ છે.

Health Tips: સફેદ કે બ્રાઉન સુગર? બંનેમાંથી કઇ વધારે હેલ્ધી, જાણો એક્સપર્ટનો અભિપ્રાય
Brown Sugar Vs White Sugar
| Updated on: Dec 09, 2023 | 6:09 PM

White or Brown Sugar:દરેક વ્યક્તિને ગળ્યો ખોરાક પ્રિય હોય છે. તહેવાર હોય કે પ્રસંગ મીઠાઈ વિના અધૂરા છે. પરંતુ આજકાલ ખરાબ જીવનશૈલીના કારણે વધુ લોકો ડાયાબિટીસ અને હ્રદય રોગના કારણે બીમાર પડી રહ્યા છે. ખાસ કરીને જેઓ ડાયાબિટીસથી પીડિત છે, તેમણે મીઠાઈઓ સંપૂર્ણપણે ટાળવી જોઈએ. સામાન્ય રીતે સફેદ ખાંડનો ઉપયોગ આપણા ઘરોમાં થાય છે. પરંતુ જે લોકો સ્વાસ્થ્યને લઈને થોડા વધુ ગંભીર છે, તેઓ બ્રાઉન સુગરનો ઉપયોગ કરે છે.

ન્યુટ્રિશનિસ્ટ સાક્ષી સલવાન કહે છે કે આ બંને શેરડીના રસમાંથી કાઢવામાં આવે છે, પરંતુ બંનેમાં અલગ-અલગ લાક્ષણિકતાઓ છે જે તેમને એકબીજાથી અલગ બનાવે છે. સફેદ કે બ્રાઉન સુગર ખાવી જોઈએ તે અંગે ઘણીવાર લોકોમાં મૂંઝવણ રહે છે. તો આ લેખમાં અમે તમને જણાવીશું કે આ બંને વચ્ચે શું તફાવત છે અને કયું ખાવું જોઈએ. આવો જાણીએ શું છે નિષ્ણાતોનો આ અંગે અભિપ્રાય.

બ્રાઉન અને વ્હાઇટ સુગર કેવી રીતે બને છે?

વ્હાઇટ સુગર શેરડીના રસને સાફ કરીને અને ઉપરથી તેના બબલ દૂર કરીને શુદ્ધ સુક્રોઝ સ્ફટિકો છોડીને બનાવવામાં આવે છે. સફેદ ખાંડ વધારે પ્રમાણમાં ફિલ્ટર પ્રોસેસ કરી બનાવામાં આવે છે.તેનો ઉપયોગ કેક, ખીર અને મીઠાઈ બનાવવામાં થાય છે.

ચાલો બ્રાઉન સુગર વિશે વાત કરીએ આ અનપ્રોસેસ્ડ ખાંડ છે, જેમાં મોલાસિસ હોય છે. આ કારણે તેનો રંગ બ્રાઉન થઈ જાય છે. તમને જણાવી દઈએ કે તે ત્રણ પ્રકારની સુગર હોય છે – ડાર્ક બ્રાઉન સુગર, અનરિફાઈન્ડ અને ડેમેરારા બ્રાઉન સુગર.

બંને માંથી કઇ સુગર વધારે સારી

ન્યુટ્રિશનિસ્ટ સાક્ષી કહે છે કે બંને વચ્ચે ન્યટ્રીશનમાં બહુ ફરક નથી. બ્રાઉન સુગર અને વ્હાઈટ સુગર બંનેમાં કેલરી વધુ હોય છે અને આ બંનેનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે સારું નથી. જો કે, આ બેને બદલે, તમે મીઠાઈ માટે કોઈ અન્ય વિકલ્પ પસંદ કરી શકો છો.

તંદુરસ્ત વિકલ્પ શું છે?

સાક્ષી કહે છે કે બ્રાઉન કે વ્હાઇટ સુગરને બદલે તમે કોકોનટ સુગર અથવા ગોળનો પાવડરનો ઉપયોગ કરી શકો છો. આ સફેદ અને બ્રાઉન સુગર કરતાં આરોગ્યપ્રદ વિકલ્પો છે.