Viral: શું આયુષ ઉકાળો પીવાથી 3 દિવસમાં ઠીક થઇ જાય છે કોરોના દર્દી? જાણો શું છે સત્ય

એક મેસેજ વાયરલ થઇ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે "આયુષ ઉકાળો" પીવાથી ત્રણ દિવસમાં કોરોના દર્દીના સાજો થઇ જાય છે. જાણો શું છે સત્ય.

Viral: શું આયુષ ઉકાળો પીવાથી 3 દિવસમાં ઠીક થઇ જાય છે કોરોના દર્દી? જાણો શું છે સત્ય
File Image
| Updated on: May 18, 2021 | 3:31 PM

કોરોનાની બીજી લહેર વચ્ચે તેનાથી બચવા માટે સોશીયાલ મીડિયામાં અનેક પ્રકારનું જ્ઞાન વહેંચાઇ રહ્યું છે. આમાંથી ઘણી બાબતો એવી હોય છે કે જેના વિશે તજજ્ઞો પણ અજાણ હોય છે. એટલે કે ઘણી વખત વાયરલ મેસેજમાં ભ્રામક જાણકારી આપી દેવામાં આવે છે. આવો જ એક મેસેજ વાયરલ થઇ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે “આયુષ ઉકાળો” પીવાથી ત્રણ દિવસમાં કોરોના દર્દીના સાજો થઇ જાય છે. તમને જણાવી દઈએ કે ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા પણ કાઢો પીવાની સલાહ આપવામાં આવતી રહી છે જેના કારણે આ મેસેજને પણ લોકો સાચું માને તેવી શક્યાતા છે.

શું છે વાયરલ પોસ્ટમાં?

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી આ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે 30 ગ્રામ તુલસી પાવડર, 20 ગ્રામ મરી, 30 ગ્રામ સુકું આદુ, અને 20 ગ્રામ તજને વાટીને પાણીમાં ભેળવી ઉકાળો બનાવો. આ પોસ્ટમાં એમ પણ કહ્યું છે કે આયુષ મંત્રાલય દ્વારા જણાવેલા આ વિશેષ દિવ્ય ઉકાળાનો પ્રયોગ 6000 કોરોનાના દર્દીઓ ઉપર કરવામાં આવ્યો, જેમાંથી 5989 દર્દી માત્ર 3 દિવસમાં નેગેટીવ થઇ ગયા.

શું છે સત્ય?

ભારત સરકારના પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB) એ ટ્વીટ કરીને લોકોને આ ભ્રામક સમાચાર વિશે જાગૃત કર્યા છે. PIB ફેક્ટ ચેકના ટ્વિટમાં લખ્યું છે કે – “સોશ્યલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ‘આયુષ ઉકાળો’ પીવાથી કોરોના ચેપગ્રસ્ત વ્યક્તિને ત્રણ દિવસમાં સારવાર મળે છે. આ દાવો ભ્રામક છે. માત્ર પ્રતિરક્ષા વધારવા માટે, આયુષ મંત્રાલય દ્વારા ‘આયુષ ઉકાળો’ પીવાની સલાહ આપવામાં આવી છે.

 

આ પણ વાંચો: રસ્તા પરથી 10 થી વધુ રૂપિયા મળવાની જાણ સરકારને ના કરી તો થઇ શકે છે જેલ: જાણો અટપટા કાયદા

આ પણ વાંચો: Sonu Sood: ‘તમે ડબલચેક કરી લો’, ડીએમએ મદદ કરવા પર ઉઠાવ્યા પ્રશ્નો, અભિનેતાએ આપ્યો યોગ્ય જવાબ