આખા વર્ષ દરમ્યાન મળી રહેતા શક્કરિયાને ખાવાના પણ ઘણા ફાયદા છે

|

Dec 14, 2020 | 7:40 PM

આખા વર્ષ દરમ્યાન જોઈએ ત્યારે મળી રહેતા વ્યાજબી ભાવ અને સ્વાદમાં સહેજ ગળ્યા એવા શક્કરિયા ખાસ કરીને જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં વધારે જોવા મળે છે. જાન્યુઆરીમાં ઉતરાણ વખતે બનાવવામાં આવતા ઊંધીયામાં અને મોટા ભાગે ફેબ્રુઆરીમાં શિવરાત્રીમાં સૌથી વધારે ખવાય છે. Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય આજનું […]

આખા વર્ષ દરમ્યાન મળી રહેતા શક્કરિયાને ખાવાના પણ ઘણા ફાયદા છે

Follow us on

આખા વર્ષ દરમ્યાન જોઈએ ત્યારે મળી રહેતા વ્યાજબી ભાવ અને સ્વાદમાં સહેજ ગળ્યા એવા શક્કરિયા ખાસ કરીને જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં વધારે જોવા મળે છે. જાન્યુઆરીમાં ઉતરાણ વખતે બનાવવામાં આવતા ઊંધીયામાં અને મોટા ભાગે ફેબ્રુઆરીમાં શિવરાત્રીમાં સૌથી વધારે ખવાય છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શક્કરિયામાં વિટામિન બી6 રહેલું છે. વિટામિન બી6 ઉંમર વધવાને કારણે થતા રોગોની શકયતા ઓછી કરે છે. અને હાર્ટના રોગોને દૂર રાખે છે. શકકરિયામાં વિટામિન સી પણ છે. વારંવાર થતી શરદી અને ખાંસીને દૂર રાખવાનું કામ વિટામિન સી કરે છે. આ ઉપરાંત શરીરમાં હાડકાના બંધારણ અને દાંત મજબૂત રહે તે માટે વિટામિન સી ઉપયોગી છે. તે શરીરમાં રક્તકણો ઉતપન્ન કરવા અને પાચન સારું રાખવા માટે પણ જરૂરી છે. આનાથી શરીર પર થયેલી ઇજા પર જલ્દી રૂઝ આવે છે. થાક ઓછો લાગે છે અને ત્વચાને યુવાન રાખવામાં પણ મદદરૂપ થાય છે. શરીરના ટોક્સિન દૂર રાખી કેન્સરની સંભાવના પણ ઘટાડે છે.

શકકરિયામાં વિટામિન ડી પણ આવે છે. શરીરને સૂર્યપ્રકાશમાંથી વિટામિન ડી મળે છે, જે બીમારીને દૂર રાખે છે. તેનાથી શરીરને એનર્જી મળે છે, હાડકા, હૃદય, નસ, ત્વચા અને દાંત મજબૂત બને છે. તેનાથી થાઇરોઇડ ગ્રંથી પણ સારી રીતે કામ કરે છે. તેમાં મેગ્નેશિયમ, પોટેશિયમ રહેલું છે. જે શરીર માટે ખૂબ જરૂરી છે. તેમાં રહેલું બીટા કેરોટીન વિટામિન એ પૂરું પાડે છે. તેનાથી દ્રષ્ટિ સારી થાય છે.

શક્કરિયા બાફીને ખાવા વધારે સારા છે. તેને શેકીને, છોલીને ખાવાથી તેનો ગળ્યો સ્વાદ વધારે સ્વાદિષ્ટ લાગે છે. દિવસ દરમ્યાન શેકેલું એક શકકરીયું ખાઈ શકાય છે. તેનાથી શરીરને ઉર્જા મળે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Published On - 10:37 am, Thu, 24 September 20

Next Article