Valsad : કહાં ઐસા યારાના ! વલસાડમાં એક બિલાડીના મોત પછી બીજી બિલાડીએ આ રીતે વ્યક્ત કરી લાગણી

છેલ્લા ચાર વર્ષથી સાથે જ ઉછરેલી બંને બિલાડીઓ વચ્ચે ગજબની મિત્રતા હતી. મિત્રના મોતથી આઘાત પામેલી બિલાડી હવે તેના મિત્રની કબર પર જઈને સુનમુન થઈને ત્યાં જ બેસી રહે છે.

Valsad : કહાં ઐસા યારાના ! વલસાડમાં એક બિલાડીના મોત પછી બીજી બિલાડીએ આ રીતે વ્યક્ત કરી લાગણી
Valsad: After the death of one cat in Valsad, another cat expressed this feeling
| Updated on: Sep 27, 2021 | 8:19 AM

મનુષ્યો કરતા જાનવરોનો પ્રેમ અને લાગણી પણ ઘણીવાર આશ્ચર્ય પમાડે તેવો હોય છે.

આવો જ એક કિસ્સો સામે આવ્યો છે વલસાડમાં. વલસાડના (Valsad )રેલવે કર્મચારીના પુત્રે પોતાના ઘરે બે પર્શિયન બિલાડીઓ(Cats ) લિઓ(Leo ) અને કોકો(coco ) પાળી હતી. ચાર દિવસ પહેલા કાળા રંગની કોકો નામની બિલાડીનું બીમારીથી મોત(Death ) થયું હતું. અને તેને ઘરની બહાર જ દફન કરવામાં આવી હતી. છેલ્લા ચાર વર્ષથી સાથે જ ઉછરેલી બંને બિલાડીઓ વચ્ચે ગજબની મિત્રતા હતી. મિત્રના મોતથી આઘાત પામેલી બિલાડી હવે તેના મિત્રની કબર પર જઈને સુનમુન થઈને ત્યાં જ બેસી રહે છે.

વલસાડના ઇસ્ટ રેલવે યાર્ડમાં રહેતા ફૈઝલ શેખે 4 વર્ષ પહેલા મુંબઈના મલ્દાથી બે પર્શિયન કેટની જોડી લાવીને ઘરે પાળી હતી. જે પૈકી કાળા રંગની કેટનું નામ કોકો અને સફેદ રંગની પર્શિયન કેટનું નામ લિઓ રાખ્યું હતું.

બને બિલાડીઓ સાથે જ ઉછરી હોવાથી તેઓની વચ્ચે દોસ્તીનો ગાઢ સંબંધ બંધાઈ ગયો હતો. તેઓ બંને એકસાથે એક જ ડીશમાં ખાતા પીતા હતા. સાથે જ રમતા અને સાથે જ સુતા હતા. જે બાબતથી આ વિસ્તારમાં રહેતા તમામ લોકો વાકેફ પણ હતા. કમસીબે કોકોને પેટમાં ટયુમર જેવી બીમારી થતા ચાર દિવસ પહેલા તેનું મોત થયું હતું. ફૈઝલે તેને ઘરના પાછળના ભાગે ખાડો ખોદીને દાટી દીધા બાદ કબર બનાવી હતી.

આ ઘટનાક્રમ દરમ્યાન લિઓ કેટ ઘરની અંદર હોય તેને કોકોના મોતની જાણ થઇ ન હતી. પરંતુ તે પછી રાત્રે રાબેતા મુજબ ફૈઝલ જયારે તેને આંટો મરાવવા લઇ ગયો ત્યારે ગંધ પારખીને લિઓ કેટ કોકો બિલાડીના કબર પર પહોંચીને સુંઘવા લાગી હતી. છેલ્લા ચાર દિવસથી લિઓ પોતાના મિત્રની કબર પર જઈને એક નજર તેની કબર સામે જોયા જ કરે છે.

અઢી વર્ષ પહેલા કાળા રંગની કોકો નામની બિલાડી ઘરની પાછળથી ગુમ થઇ ગઈ હતી. એ ઘટનાથી પણ લિઓ કેટ ઉદાસ થઇ ગઈ હતી. બાદમાં શોધખોળ કરતા આ બીએલડી મળી આવી હતી. કોકો પરત ઘરે આવી જતા લિઓ બિલાડી ખુશીથી ઉછળી પડી હતી. અને ફરી પાછા બંને મિત્રો રમતા ખાતા અને સુતા હતા.

આ પણ વાંચો :

Surat : સુરતના આંકડા જણાવે છે કે વેક્સીન લીધા પછી પણ શા માટે સાવચેતી જરૂરી છે

આ પણ વાંચો :

સુરતના કામરેજમાંથી સ્ટેટ વિજિલન્સે 10 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો, ઘરમાં બનાવ્યું હતું દારૂનું ગોડાઉન