સોખડા હરિધામમાં ગાદી મુદ્દે જૂથબંધીને કારણે વિખવાદ વધ્યો, બે સંતોનું સંયુક્ત નિવેદન સામે આવ્યું

|

Sep 26, 2021 | 9:40 PM

સોખડાની ગાદી પર પ્રેમસ્વરૂપદાસ સ્વામીને આરૂઢ કરવાના કાર્યક્રમમાં જૂથબંધીને કારણે વિવાદ થયો અને હરિભક્તોના હોબાળા બાદ કાર્યક્રમ મુલતવી રખાયો.

VADODARA : વડોદરાના સ્વામિનારાયણ સોખડા હરિધામમાં ગાદી મુદ્દે વિખવાદ વધ્યો છે. અહીં સંતો-હરિભક્તો વચ્ચે જૂથબંધીનો આક્ષેપ થયો છે. સોખડાની ગાદી પર પ્રેમસ્વરૂપદાસ સ્વામીને આરૂઢ કરવાના કાર્યક્રમમાં જૂથબંધીને કારણે વિવાદ થયો અને હરિભક્તોના હોબાળા બાદ કાર્યક્રમ મુલતવી રખાયો. આ કાર્યક્રમમાં હરિભક્તોએ મોડી રાત સુધી સ્વામિનારાયણની ધૂન બોલાવી કર્યો વિરોધ હતો. જેને કારણે પ્રેમસ્વરૂપ દાસ સ્વામીને ગાદી પર બેસાડવાનો કાર્યક્રમ પાછો ઠેલવો પડ્યો. જે બાદ રવિવારે સાંજે આજ મુદ્દે ફરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.. પરંતુ વિખવાદને જોતા તે પણ મુલતવી રાખવું પડ્યું.

આ સમગ્ર વિવાદ દરમ્યાન હરિધામ સોખડાના સ્થાપક હરિપ્રસાદ સ્વામીનો જૂનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ પોતાના બ્રહ્મલીન થયા બાદ કોને જવાબદારી સોંપી છે તે અંગે વાત કરે છે.હરિપ્રસાદ સ્વામીએ બ્રહ્મલીન થતા પહેલા પ્રેમસ્વરૂપદાસ સ્વામી અને ત્યાગવલ્લભ સ્વામીને જવાબદારી સોંપી છે.

જો કે હરિપ્રસાદ સ્વામીના આ નિવેદન છતા પ્રબોધ સ્વામીના જૂથે પ્રેમસ્વરૂપદાસ સ્વામીના ગાદી પર આરૂઢ થવાનો વિરોધ કર્યો છે. આ જૂથ પ્રબોધ સ્વામીની ગાદીપતિ તરીકે નિમણૂક કરવાની માગ કરી રહ્યું છે. ત્યારે હવે જોવાનું એ છે કે ગાદીનો વિવાદ કેટલો વકરે છે અને આ સંતાપનું પરિણામ શું આવે છે.

આ પણ વાંચો : Sports News : અમદાવાદમાં ટ્રાન્સટેડિયા ખાતે ભારતના પહેલા સ્પોર્ટ્સ આરબિટ્રેશન સેન્ટરની શરૂઆત, કેન્દ્રીય મંત્રી કિરણ રીજીજુએ કર્યું ઉદ્ઘાટન

આ પણ વાંચો : AAPનો કોરોના સ્પ્રેડર ડાયરો? ત્રીજી લહેરની આશંકા વચ્ચે ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીએ હજારોની ભીડ ભેગી કરી

Published On - 9:37 pm, Sun, 26 September 21

Next Video