Surat: તક્ષશિલા દુર્ઘટનાના 25 મહિના બાદ પણ વાલીઓમાં ભભૂકી રહી છે ન્યાય માટેની આગ, કરી આ માંગ

|

Jul 01, 2021 | 2:51 PM

સુરતમાં ઘટેલી દુર્ઘટના તક્ષશિલા આગ ને25 મહિના પૂર્ણ થઈ ગયા છે. છતાં આજદિન સુધી વાલીઓની ન્યાયની આગ ઓલવાઈ નથી.

Surat: તક્ષશિલા દુર્ઘટનાના 25 મહિના બાદ પણ વાલીઓમાં ભભૂકી રહી છે ન્યાય માટેની આગ, કરી આ માંગ
વાલીઓમાં ભભૂકી રહી છે ન્યાયની આગ

Follow us on

સુરત માટે કલંક સમાન તક્ષશિલા દુર્ઘટનાને 25 મહિના પૂર્ણ થઈ ગયા છે. છતાં આજદિન સુધી વાલીઓની ન્યાયની આગ ઓલવાઈ નથી. 22 ભૂલકાઓના મોત બાદ આરોપીઓ સામે ફરિયાદ નોંધીને કોર્ટ કાર્યવાહી બાદ સજા પણ ફટકારી દેવામાં આવી છે. પરંતુ માત્ર નાના કર્મચારીઓ સામે ફરિયાદ કરી મોટા અધિકારીઓને બક્ષી દેવામાં આવતા વાલીઓ દ્વારા વધુ એક અરજી કરવામાં આવી છે.

તક્ષશિલા અગ્નિકાંડમાં મૃતક ગ્રીષ્મા ગજેરાના પિતા જયસુખ ગજેરાએ સરથાણા પોલીસ મથક અને ડીસીબી ક્રાઈમ બ્રાન્ચમાં અરજી કરી છે. તેમણે જણાવ્યું છે કે ડિજીવીસીએલ, સુરત મનપાના શહેરી વિકાસ તેમજ ફાયર વિભાગના ઉચ્ચ જવાબદાર અધિકારીઓ સામે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે.

કલમ 173/8 હેઠળ વધુ તપાસ માટે આ અરજી કરવામાં આવી છે. જો હજી કોઈ તપાસ ન થાય તો કોર્ટમાં અરજી કરવાની તૈયારી કરી લેવામાં આવી છે. તેમણે ઉમેર્યું છે કે કેન્દ્ર માનવ અધિકાર પંચે પણ આ દુર્ઘટના અંગે રાજ્ય સરકાર અને તેના અધિકારીઓની બેદરકારીને જવાબદાર ઠેરવી છે. ત્યારે બાકી રહેતા અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવે અને સદોષ માનવવધનો ગુનો નોંધવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

નોંધનીય છે કે અત્યારસુધી તક્ષશિલા દુર્ઘટનામાં વાલીઓ દ્વારા 10 અરજી પોલીસ કમિશનરને, 1 એસીબીને, 1 અરજી અમદાવાદના એસીબી વિભાગના વડાને પણ કરવામાં આવી છે. પણ હજી સુધી વાલીઓ ન્યાયની માંગણી કરી રહ્યા છે.

અત્યારસુધી ટ્યુશન સંચાલક ભાર્ગવ બૂટાણી અને બિલ્ડર તેમજ એસએમસીના અધિકારીઓ, ડિજીવીસીએલ ના ડેપ્યુટી ઈજનેર સહિત 14 જણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે તમામની ધરપકડ થઈ છે. જેમાં એસએમસીના અને ડિજીવીસીએલના અધિકારીઓ જામીન પર છૂટી ગયા છે. આ બાબતે પણ વધુ તપાસ કરવાની માંગ વાલીઓ કરી રહ્યા છે. કોર્ટ દ્વારા 13 સામે ચાર્જ ફ્રેમ થયો છે જેની વધુ સુનાવણી 5 જુલાઈએ થવાની છે.

ઘટના બની તે સમયે કોઈપણ ચમરબંધીઓને છોડવામાં નહિ આવે તેવી ખાતરી આપવામાં આવી હતી. પરંતુ 25 મહિના બાદ પણ વાલીઓ ન્યાય માટે લડી રહ્યા છે તે દુઃખની વાત છે.

 

આ પણ વાંચો: National Doctor’s Day: કોરોના થયો હોવા છતાં ચૂક્યા નહીં ડોકટરનો ધર્મ, જીવના જોખમે દર્દીનો બચાવ્યો જીવ

આ પણ વાંચો: Surat: ગેરકાયદેસર બાયો ડીઝલ પંપ પર PCB ત્રાટકી, લાખોનો મુદ્દામાલ જપ્ત

Next Article