Rajkot: ગુજરાત લિફ્ટ ઈરિગેશન સંઘની બેઠક, 33 મંડળીઓના પ્રમુખો એક મંચ પર એકત્ર થયા

|

Jan 31, 2021 | 6:45 PM

Rajkot: રાજકોટના ક્રિષ્ના પાર્કમાં ગુજરાત લિફ્ટ ઈરિગેશન સંઘની બેઠક મળી હતી. જેમાં રાજ્યના 33 જિલ્લાની મંડળીઓના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા.

Rajkot: રાજકોટના ક્રિષ્ના પાર્કમાં ગુજરાત લિફ્ટ ઈરિગેશન સંઘની બેઠક મળી હતી. જેમાં રાજ્યના 33 જિલ્લાની મંડળીઓના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા. પહેલીવાર આવી રીતે એકસાથે 33 જિલ્લાની મંડળીઓના પ્રમુખો એકમંચ પર એકત્ર થયા હતા. આ મંડળીઓનો ઉદેશ્ય ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે છે. તો ગુજરાત પિયત સહકારી સંઘના ચેરમેન તરીકે દેવસી સવસાણીની વરણી કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે રાજ્ય સરકારને સાથે રાખીને જે ખેડૂતો માટે પિયતની વ્યવસ્થા નથી તેમના માટે પિયતની વ્યવસ્થા કરવામાં આવશે. તો કેનાલ તૂટવી કે તળાવ ઉંડા કરવા સહિતની કામગીરી પણ કરવામાં આવશે. વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે સંકલન કરીને આ તમામ કાર્યો કરાશે.

 

 

 

 

 

 

 

 

Next Video