SURAT : નેચરપાર્ક અને એકવેરિયમમાં પહેલા દિવસે જોવા મળી લોકોની પાંખી હાજરી

SURAT : છેલ્લા ઘણા સમયથી બંધ રહેલા પાલિકાના નેચરપાર્ક, એકવેરિયમ (Nature Park and Aquarium) સહિતના પ્રોજેકટ બંધ રહેતા પાલિકાને પણ આર્થિક નુકશાન થયું હતું.

SURAT : નેચરપાર્ક અને એકવેરિયમમાં પહેલા દિવસે જોવા મળી લોકોની પાંખી હાજરી
ડો.શ્યામાપ્રસાદ મુખરજી ઝુઓલોજિકલ ગાર્ડન
| Edited By: | Updated on: Jun 12, 2021 | 12:05 AM

કોરોનાના કેસો ઘટયા બાદ સરકાર દ્વારા તબક્કાવાર અનલોક કરવામાં આવી રહ્યું છે. જેમાં આજથી સુરતના સરથાણા નેચરપાર્ક (Nature Park), એકવેરિયમ (Aquarium), બાગ બગીચા સહિતના પ્રોજેક્ટો પણ મર્યાદિત લોકોની હાજરી સાથે ખુલ્લા મુકાયા હતા.

છેલ્લા ઘણા સમયથી બંધ રહેલા પાલિકાના નેચરપાર્ક, એકવેરિયમ (Nature Park and Aquarium) સહિતના પ્રોજેકટ બંધ રહેતા પાલિકાને પણ આર્થિક નુકશાન થયું હતું. આજે પ્રથમ દિવસે સરથાણા નેચરપાર્કમાં 217 વ્યક્તિઓએ મુલાકાત લીધી હતી. જેના થકી કોર્પોરેશનને 1990 રૂપિયાની આવક થઈ હતી. જ્યારે સરથાણા નેચરપાર્કમાં 36 વ્યક્તિઓએ મુલાકાત લીધી હતી જ્યારે 85 વ્યક્તિઓએ એડવાન્સ બુકીંગ કરાવતા પાલિકાને 6920 રૂપિયાની આવક થઈ હતી.

નોંધનીય છે કે છેલ્લા 14 મહિનાથી સુરત(surat) સહિત આખા દેશને કોરોનાએ પોતાના અજગરી ભરડામાં લીધો છે. ત્યારે સુરત મહાનગરપાલિકા(surat municipal corporation) ની તિજોરી પર કોરોના મહામારીની અસર જોવા મળી હતી. આ વિષમ પરિસ્થિતિ વચ્ચે મહાનગરપાલિકાની તિજોરી પણ તળિયા ઝાટક થઇ ગઈ છે.

14 મહિનામાં ગણ્યાગાંઠ્યા દિવસો પૂરતા જ આ પ્રોજેક્ટ ખુલ્યા હતા. જેના કારણે તેની સીધી અસર મહાનગરપાલિકાની આવક પર પણ જોવા મળી હતી. પણ હવે જ્યારે અનલોકમાં આ પ્રોજેક્ટો ફરી લોકો માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. ત્યારે ધીમે ધીમે મહાનગરપાલિકાની આવકમાં વધારો થશે તેવી આશા સેવાઇ રહી છે.