Tapi: મટાવલથી કુકરમુંડા બસ વિદ્યાર્થીઓ માટે કરાઈ શરૂ, વિદ્યાર્થીઓને મળી મોટી રાહત

કુકરમુંડા તાલુકા પંચાયતના પ્રમુખ અને આ વિસ્તારના કેટલાક જાગૃત યુવકોએ મળીને તાલુકાના પૂર્વ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે બસ ચાલુ કરાવવા કુકરમુંડા તાલુકા મામલતદારને થોડા દિવસો પહેલા જ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

Tapi: મટાવલથી કુકરમુંડા બસ વિદ્યાર્થીઓ માટે કરાઈ શરૂ, વિદ્યાર્થીઓને મળી મોટી રાહત
મટાવલથી કુકરમુંડા બસ વિદ્યાર્થીઓ માટે કરાઈ શરૂ
| Edited By: | Updated on: Jul 08, 2022 | 10:16 AM

Tapi: કુકરમુંડા તાલુકા પંચાયતના પ્રમુખ અને આ વિસ્તારના કેટલાક જાગૃત યુવકોએ મળીને તાલુકાના પૂર્વ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે બસ ચાલુ કરાવવા કુકરમુંડા તાલુકા મામલતદારને થોડા દિવસો પહેલા જ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જોકે વિદ્યાર્થીઓની રજૂઆતો સાંભળ્યા બાદ હવે વિદ્યાર્થીઓ માટે બસ શરૂ કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.

તાપી જિલ્લાના છેવાડે આવેલા કુકરમુંડા તાલુકાના પૂર્વ વિસ્તારના ગામો, ચિરમટી, આષ્ટા, આશ્રાવા, મટાવલ, આમોદા-પીપલાસ, હથોડા, જૂના ઉટાવદ,બહુરૂપા, બાલદા, નિમ્ભોરા , સદગવ્હાણ , ઉભદ, હોળ, ભમસાળ ,પેશાવર મળીને કુલ 17 જેટલા ગામોના વિદ્યાર્થીઓ અને લોકોને તાલુકા મથક સુધી આવવા જવા માટે બસ કે અન્ય કોઈ ખાનગી વાહનોની સુવિધા પણ આ રૂટ પર ઉપલબ્ધ નથી.

જેથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે 10 થી 15 કિલોમીટર સુધી ચાલતા આવે છે. આ અંગે થોડા દિવસો પહેલા જ વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆતો કરવામાં આખી હતી. તાપી જિલ્લા વિકાસ અધિકારી ડી. ડી. કાપડિયા દ્વારા તેને ધ્યાનમાં લઈ સોનગઢ ડેપો મેનેજર મનોજ ચૌધરી ને જાણ કરવામાં આવી હતી કે સત્વરે આ રૂટ પર બસ શરૂ કરવામાં આવે. જેને પગલે હવે મટાવલ થી કુકરમુંડા બસ વિદ્યાર્થીઓ માટે શરૂ કરી દેવામાં આવી છે. બસ શરૂ થતાં વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી. બસ કુકરમુંડાથી પીશાવર સુધી ફાળવી દેવામાં આવી છે પરંતુ હાલ અમુક કારણોસર કુકરમુંડાથી મટાવલ સુધી બસ દોડાવવામાં આવશે અને બસનો સમય મટાવલ થી કુકરમુંડા – સવારે 9 વાગે અને કુકરમુંડા થી મટાવલ -સાંજે 5 વાગે નો રહેશે.

(Input-Nirav Kansara)

Published On - 10:16 am, Fri, 8 July 22