SURAT : કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા સુરતના એક દિવસના પ્રવાસે

|

Nov 28, 2021 | 11:03 AM

દિલ્લી રવાના થયા પહેલા કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા સુરતમાં રસીકરણ અભિયાન અંગે બેઠક કરે તેવી પણ સંભવાના છે, જો કે આ અંગે કોઈ સત્તાવાર મહિતી જાહેર કરવામાં નથી આવી.

SURAT : આજે 28 નવેમ્બરે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) સુરતના એક દિવસના પ્રવાસે છે.કેન્દ્રીય પ્રધાન શહેરમાં એક સામાજિક પ્રસંગમાં હાજરી આપવાના છે.ત્યારબાદ સાંજે સુરતથી દિલ્લી જવા રવાના થશે. દિલ્લી રવાના થયા પહેલા કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા સુરતમાં રસીકરણ અભિયાન અંગે બેઠક કરે તેવી પણ સંભવાના છે, જો કે આ અંગે કોઈ સત્તાવાર મહિતી જાહેર કરવામાં નથી આવી.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ શુક્રવારે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર આગામી પાંચ વર્ષમાં દેશમાં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે લગભગ 64,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. અરુણાચલ પ્રદેશના તવાંગ જિલ્લાની એક દિવસીય મુલાકાતે ગયેલા કેન્દ્રીય પ્રધાને ખંડરો દ્રોવા જંગમો જિલ્લા હોસ્પિટલમાં આરોગ્ય કર્મચારીઓ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર વિવિધ આરોગ્ય કલ્યાણ યોજનાઓ દ્વારા તમામને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવા માટે કામ કરી રહી છે.

સત્તાવાર નિવેદન અનુસાર, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ વાતચીત દરમિયાન કહ્યું, “આ પહેલા ક્યારેય આરોગ્ય પર ખર્ચ કરતા જોવા મળ્યા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની વર્તમાન કેન્દ્ર સરકાર તેની વિવિધ આરોગ્ય કલ્યાણ યોજનાઓ દ્વારા તમામને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવા માટે કામ કરી રહી છે.”

આ પણ વાંચો :BHAVNAGAR : કોળીયાક ગામે જ્વેલર્સ શોપમાંથી 10 લાખથી વધુના સોના-ચાંદીના ઘરેણાની ચોરી

આ પણ વાંચો : KUTCH : ભુજનું કુનારિયા ગામ કે જેણે રાજ્ય નહી, પણ સમગ્ર દેશ માટે આદર્શ ગામનું ઉદાહરણ પૂરું પાડ્યું

Next Video