Surat: કનૈયાલાલ હત્યાકાંડને વખોડનાર સુરતના યુવકને ઈન્સ્ટાગ્રામ પર હત્યાની ધમકી મળતાં ચકચાર

|

Jun 30, 2022 | 5:03 PM

ઉદયપુરમાં કનૈયાલાલની ઘાતકી હત્યાને સખત શબ્દોમાં વખોડનાર સુરતના એક યુવકને સોશિયલ મીડિયામાં (Social Media) જાનથી મારી નાખવાની ધમકીને પગલે ચકચાર મચી ગઈ છે.

Surat: કનૈયાલાલ હત્યાકાંડને વખોડનાર સુરતના યુવકને ઈન્સ્ટાગ્રામ પર હત્યાની ધમકી મળતાં ચકચાર
Surat youth receiving death threats

Follow us on

Surat: ઉદયપુરમાં કનૈયાલાલની ઘાતકી હત્યાને સખત શબ્દોમાં વખોડનાર સુરતના એક યુવકને સોશિયલ મીડિયામાં (Social Media) જાનથી મારી નાખવાની ધમકીને પગલે ચકચાર મચી ગઈ છે. યુવરાજ પોખરના નામક યુવક દ્વારા ઉદયપુરમાં સામાન્ય દુકાનદારની હત્યા અને ત્યારબાદ તેના વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કરનાર બન્ને યુવકો દ્વારા આચરવામાં આવેલા હત્યાકાંડનો વિરોધ કરવામાં આવતાં ઇન્સ્ટાગ્રામ પર તેને એક અન્ય મુસ્લિમ યુવક દ્વારા ધમકી આપવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણમાં પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

જોકે, ધમકીને પગલે યુવરાજના પરિવારજનોમાં પણ ઘેરી ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે. સુરતના ઉમરા ખાતે રહેતા યુવરાજ પોખરના નામક યુવક દ્વારા હાલમાં જ ઉદયપુરમાં ટેલર કનૈયાલાલની હત્યા સંદર્ભે સોશ્યલ મીડિયા પર મુકાયેલી એક પોસ્ટ પર સખ્ત શબ્દોમાં નિંદા કરવામાં આવી હતી. જેને પગલે ફૈઝલ નામક યુવક દ્વારા તેને ધમકી આપવામાં આવી છે. હાલ સમગ્ર દેશમાં ચકચાર મચાવનાર ઉદયપુર હત્યાકાંડને પગલે રાજસ્થાનમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે હવે સુરતના યુવકને પણ આ રીતે જાનથી મારવાની ધમકી મળતાં ખળભળાટ મચી ગયો છે.

મહત્વનું છે કે, યુવરાજ પોખરના દ્વારા અગમચેતીના ભાગરૂપે સમગ્ર ઘટના અંગે પોલીસ કમિશનર કચેરીમાં અરજી આપવામાં આવી છે અને આ ઘટના અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રવક્તા નુપૂર શર્મા દ્વારા ઈસ્લામના ધર્મગુરૂ વિશે અસભ્ય ટિપ્પણી કરવામાં આવતાં તેનો દેશભરમાં ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. આ દરમ્યાન સોશિયલ મીડિયામાં નુપૂર શર્માનું સમર્થન કરવાને પગલે ઉદયપુરમાં કનૈયાલાલ નામક ટેલરની દુકાનમાં ઘુસીને ઘાતકી હત્યા કરવામાં આવી હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ ઘટનાને પગલે સમગ્ર રાજસ્થાનમાં હાલ ભારે તંગદિલી સર્જાવા પામી છે ત્યારે હવે શહેરના યુવકને પણ ધમકી મળતાં સમગ્ર પ્રકરણ પોલીસ કમિશનર કચેરી સમક્ષ પહોંચ્યું છે. આ પહેલા પણ સુરતના યુવકને સોશિયલ મીડિયામાં આ પ્રકારની ધમકીઓ મળી ચુકી છે.

Next Article