Surat: SP ઉષા રાડાનો અનોખો ગૌ પ્રેમ, ઘરમાં ગાય માતા માટે બનાવી ગૌશાળા

|

Jul 06, 2021 | 7:00 PM

છેલ્લા પાંચ વર્ષથી SP ઉષા રાડા દેસાઈ (Usha Rada) અને તેમના પતિ નરેશ દેસાઈ ગૌ સેવા કરી રહ્યા છે. ગૌશાળામાં ગાયો માટે તમામ અદ્યતન સુવિધાઓ પણ રાખવામાં આવી છે.

Surat: SP ઉષા રાડાનો અનોખો ગૌ પ્રેમ, ઘરમાં ગાય માતા માટે બનાવી ગૌશાળા
'માઁ' નામથી પોતાના નિવાસ સાથે એક અલૌકિક ગૌશાળા (Gaushala) જ શરૂ કરી દીધી

Follow us on

Surat: “જનેતા સમી પૂજ્ય પૂજું ગાયમાતા, કરું નિત્ય સેવા નમું ગાયમાતા” આ ઉક્તિ ને પોતાના જીવનમાં એક ઉચ્ચ પોલીસ અધિકારી (Police Officer) અને તેના પરિવારે ઉતારી લીધી છે અને બસ ત્યારથી પોતાના નિવાસ સ્થાને પોલીસ ફરજની સાથે ગૌ શાળા શરૂ કરી ગાયોની સેવામાં પણ અવિરત જોડાયા છે.

પોલીસ શબ્દ સાંભળતા જ તે સખ્ત સ્વભાવ અને અનુશાસનથી જ જીવન જીવતા હોય તેવું મગજમાં ચિત્ર ઉપસી આવે છે. પરંતુ પોલીસની ખાખી વરદીના સ્વભાવ પાછળ પણ જીવદયા માટે ઉત્તમ પ્રેમનો ભાવ રહેતો હોય છે,જેનું એક ઉત્તમ ઉદાહરણ સુરત જિલ્લા IPS મહિલા અધિકારી SP ઉષા રાડા (IPS Usha Rada)માં જોવા મળ્યું છે.

આપણે સૌ ગાયને જીવનમાં માતા નો દરજ્જો આપ્યો છે ત્યારે SP ઉષા રાડાએ આ દરજ્જાને વળગી માઁ ના નામથી પોતાના નિવાસ સાથે એક અલૌકિક ગૌશાળા (Gaushala) જ શરૂ કરી દીધી છે. છેલ્લા પાંચ વર્ષથી SP ઉષા રાડા દેસાઈ અને તેમના પતિ નરેશ દેસાઈ દ્વારા, ખાસ ગાયોની પરિવારના સભ્યોની જેમ જ સાર સંભાળ લેવામાં આવે છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ઉષા રાડા દેસાઈ અને તેમના પતિ નરેશ દેસાઈ પાંચ વર્ષ પહેલા એક ગાયને જોઈ તેની રોજ સેવા કરવાનો અંદરથી ભાવ જાગ્યો હતો

સુરત જિલ્લા પોલીસ વડા એટલેકે કે SP તરીકે ફરજ બજાવતા ઉષા રાડા  દેસાઈ (IPS Usha Rada, SP, Surat) એક કડક લેડી ઓફિસર તરીકે આરોપીઓમાં છાપ ધરાવે છે. પરંતુ પોલીસ અધિકારી તરીકે જેટલા સખત છે, તેનાથી 100 ગણા કહી શકાય તેટલા વાસ્તવિક જીવનમાં વિનમ્ર અને જીવદયા પ્રેમી છે.

પાંચ વર્ષ પહેલા એક ગાયને જોઈ તેની રોજ સેવા કરવાનો અંદરથી ભાવ જાગ્યો

ઉષા રાડા દેસાઈ અને તેમના પતિ નરેશ દેસાઈ પાંચ વર્ષ પહેલા એક ગાયને જોઈ તેની રોજ સેવા કરવાનો અંદરથી ભાવ જાગ્યો હતો. જેથી શરૂઆતમાં એક ગાય લાવી સેવા શરૂ કરી અને પછી ધીમે ધીમે બળદ અને અન્ય ગીર ગાયો લાવી તેની સેવા શરૂ કરવામાં આવી. આમ ગાય અને તેમના પોતાની વચ્ચે એક અલગ જ બાંધતી રહી અને પોતાના નિવાસ સ્થાને એક આખી ગૌ શાળા જ શરૂ કરી દેવામાં આવી છે.

માઁ નામથી શરૂ કરેલી આ ગૌ શાળામાં આજે એક બળદ ,ચાર ગાય અને બે નાના વાછરડા સાથે 7 ગાયોની સેવા કરવામાં આવે છે.આ તમામ ગાયોના હિન્દૂ શાસ્ત્ર પ્રમાણે ખાસ નામો આપવામાં આવ્યા છે. ગૌશાળામાં બળદનું નામ – બિરજુ , ગાયોના નામ સરસ્વતી , ક્રિષ્ના, ખુશી,અને જાનકી જ્યારે વાછરડાના નામ યશ અને પૂનમ રાખવામાં આવ્યા છે.

આ તમામની ખુબજ સાર સંભાળ લેવામાં આવે છે.ઉષા રાડા દ્વારા તેમની સંભાળ લેવા માટે ખાસ માણસો પણ રાખવાં આવ્યા છે.આમ તો રોજ જ સવાર ,બપોર અને સાંજ પોતે જાતે જ તમામની સાળ સંભાળ લે છે. તેમની દેખ રેખ કરે છે.

ગાયોને 47 પ્રકારના આયુર્વેદિક ઔષધિ સાથેનો ખાદ્ય અને ઓર્ગેનિક ઘાસચારો રોજ બે સમય ખવડાવવામાં આવે છે

સવારે ઉઠીને પહેલા ગાયોની સેવા કરે છે અને પછી બીજા કર્યો કરી પોતાની SP ઓફિસ જવા નીકળે છે.અને જેવું કાર્ય પૂર્ણ થાય બપોરે લંચ સમયે ઘરે આવે છે ત્યારે સૌથી પહેલા સીધા તેઓ ગૌશાળાએ ગાયની સંભાળ લેવા જાય છે. ખાસ કરીને નાના વાછરડાઓ પ્રત્યે ઘણી લાગણીઓ પ્રદર્શિત કરતાં જોવા મળે છે.

ગૌશાળામાં ગાયો માટે તમામ અદ્યતન સુવિધાઓ રાખવામાં આવી

ગૌ શાળામાં ગાય ને ગરમી ન લાગે તે માટે અલગ અલગ પંખાઓ મુકવામાં આવ્યા છે. તેઓના નામની નેમ પ્લેટ બનાવી તેમનું ખાસ સ્થાન બનાવામાં આવ્યું છે. ગૌ શાળામાં રહેતી તમામ ગાયની નાની નાની બાબતોનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

હવે ગાયને પોતાને શરીરે ખંજવાળ આવે તો તે કહી નથી શકતી માટે તે જાતે જ ખંજવાળી શકે તે માટે અધ્યાયત્ન સુવિધા સાથેનું ગાયને ખંજવાળ માટેનું મશીન પણ મુકવામાં આવ્યું છે.આમ આ ગૌશાળામાં ગાયો માટે તમામ અદ્યતન સુવિધાઓ રાખવામાં આવી છે. ગાયને ક્યારે ભોજન આપવાનું છે અને કયા પ્રકારનો ચારો ખવડાવવાનો છે તે પણ ગૌશાળામાં બોર્ડ ઉપર લખવામાં આવ્યું છે.

ગાયોને 47 પ્રકારના આયુર્વેદિક ઔષધિ સાથેનો ખાદ્ય અને ઓર્ગેનિક ઘાસચારો રોજ બે સમય ખવડાવવામાં આવે છે.જેને લઈ તેમનું સ્વાસ્થય સ્વસ્થ રહે.

નાના વાછરડાઓ પ્રત્યે ઘણી લાગણીઓ પ્રદર્શિત કરતાં જોવા મળે છે મહિલા અધિકારી

ધાર્મિક માન્યતાઓ પ્રમાણે ગાય માતાના છાણમાં લક્ષ્મીજીનો વાસ છે. સાથે ગાયના છાણ માંથી સ્વાસ્થય સંવર્ધક તત્વો રહયા છે જે વાતાવરણમાં ભળવાથી વાતાવરણ તો શુદ્ધ કરે જ છે સાથે સ્વાસ્થય પણ શુદ્ધ કરે છે. ગાયના છાણનો લેપ કરવાથી ચામડીના રોગ માંથી મુક્તિ મળે છે.

ઉષા રાડા અને તેમના પતિ દ્વારા રોજ સાંજે 7 વાગે ગાયના છાણનું હવન કરવામાં આવે છે અને તેની રાખ થી ઘરના વાસણ ધોવામાં આવે છે. હવન કરી તેના ધુમાડા ને સમગ્ર ઘરમાં અને ગૌશાળા મા ફેરવી દેવામાં આવે છે જેથી વાતાવરણ શુદ્ધ બની રહે છે. તો બીજી તરફ ઉષા રાડાના પતિ નરેશ દેસાઈ તો રોજ સવારે ગાયના છાણ સાથે અન્ય ઔષધિઓ ભેળવીને શરીરે લેપ પણ કરે છે જેનાથી આજે તેમને શરીરે થયેલા ઇન્ફેક્શનમાં પણ રાહત થઈ ગઈ છે.

આ પણ વાંચો: Surat: મસ્જિદમાં થઈ અનોખી ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ, જુઓ Video

આ પણ વાંચો: Rajkot : સિવિલ હોસ્પિટલ ચોકમાં બ્રિજને લઈને રસ્તો ડાયવર્ટ કરાયો, બાર એસોસિએશને કામ અટકાવવાની આપી ચીમકી

 

Next Article