Surat: શહેરમાં ચાર દિવસથી કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી, કોરોના વાયરસનું સંક્રમણ ઘટી જતા હોસ્પિટલો ખાલીખમ

સુરત શહેર અને જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર કાબૂમાં આવી ગઈ છે. છેલ્લા 4 દિવસમાં સિટી અને જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી.

Surat: શહેરમાં ચાર દિવસથી કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી, કોરોના વાયરસનું સંક્રમણ ઘટી જતા હોસ્પિટલો ખાલીખમ
પ્રતિકાત્મક તસવીર
| Edited By: | Updated on: May 05, 2022 | 5:51 PM

Surat: શહેર અને જિલ્લામાં કોરોનાની (Corona) ત્રીજી લહેર કાબૂમાં આવી ગઈ છે. વિતેલા 4 દિવસમાં સિટી અને જિલ્લામાં એકપણ કેસ નોંધાયો નથી. હોસ્પિટલ કોરોના દર્દીથી ખાલીખમ બની છે. છેલ્લા 5 દિવસથી એકપણ દર્દીનું મોત થયું નથી. જ્યારે એક્ટિવ કેસ 3 પર સ્થિર છે. કોરોના સંક્રમણ ફરી ન ફેલાય તે માટે રસીકરણ ૫ર ભાર મૂકાઈ રહ્યો છે. સુરત શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 2,05,016 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. કુલ 1224 લોકોના મૃત્યુ થય છે. જ્યારે 2 લાખથી વધુ લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે હાલ શહેર જિલ્લામાં 3 એક્ટિવ કેસ છે.ડિસ્ચાર્જનો આંકડો 2 લાખને પાર પહોંચી ગયો છે. કોરોના કેસ ઘટવાની સાથે સાથે કોરોના મુક્ત થતાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ત્રણેય લહેરમાં કોરોનાગ્રસ્ત થયેલા લોકોમાંથી 2,02,773 લોકોએ કોરોનાને હરાવીને સ્વસ્થ થયા છે. જેમાંથી જિલ્લાના 42261 લોકોનો સમાવેશ થાય છે.

હાલમાં કોવિડ પોઝિટિવિટી રેટ માત્ર 0.00 ટકા જ છે. જાન્યુઆરીમાં કોરોનાના કેસ પીક પર હતા ત્યારે પોઝિટિવિટી રેટ 15 ટકા પહોંચી ગયો હતો. છેલ્લા દિવસોમાં પોઝિટિવિટી રેટ ઘટીને 0.00 ટકા થઇ ગયો છે. ત્રીજી લહેરમાં કોરોના પીક પર હતો ત્યારે રોજ 3 હજારથી વધુ કેસો સામે આવી રહ્યા હતા. છેલ્લા ઘણા દિવસથી કેસ સિંગલ ડિઝિટમાં નોંધાઈ રહ્યા હતા. નોંધનીય છે કે, 12 વર્ષથી વધુની વય ધરાવતા બાળકોમાં હાલ વેકસીનેશન કામગીરી ધીરી પડી છે. શાળાઓમાં પરીક્ષા, પરિણામ અને વેકેશનને પગલે વિદ્યાર્થીઓના સેકન્ડ ડોઝમાં વિલંબ આવી રહ્યો છે. જોકે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા અલગ સેન્ટરો ઉભા તો કરવામાં આવ્યા છે, પણ ઉનાળા વેકેશનને કારણે વિદ્યાર્થીઓને ટાર્ગેટ પ્રમાણે સેકન્ડ ડોઝ નથી મળી રહ્યા.

ડેપ્યુટી હેલ્થ કમિશનર આશિષ નાયકના જણાવ્યા પ્રમાણે આવનારા દિવસોમાં વેકસીનેશન પર ફરી એકવાર ફોક્સ કરવામાં આવશે. કોરોનાના કેસો કાબુમા આવ્યા તે માટે મોટા પાયે થનાર વેકસીનેશન કારણભૂત છે. જોકે ફરી વિદ્યાર્થીઓના સેકન્ડ ડોઝ તેમજ સિનિયર સિટીઝનોના બુસ્ટર ડોઝ માટે કામગીરી સઘન બનાવવામાં આવશે.

Published On - 5:49 pm, Thu, 5 May 22

Follow Us
Loading...
Unable to load recommendations.