Surat : સુરતીઓ માટે રાહતના સમાચાર, કોરોનાના સવા વર્ષ બાદ માત્ર 10 કેસ નોંધાયા

|

Jul 05, 2021 | 12:48 PM

સુરતમાં કોરોનાનું સંક્ર્મણ ઘટી ગયું છે. કોરોનાની પ્રથમ લહેરમાં 13 એપ્રિલ 2020 માં નવ જેટલા કેસ શહેરમાં નોંધાયા હતા. ત્યારબાદ રવિવારે શહેરમાં કોરોનાના ફક્ત દસ કેસ નોંધાયા છે.

Surat : સુરતીઓ માટે રાહતના સમાચાર, કોરોનાના સવા વર્ષ બાદ માત્ર 10 કેસ નોંધાયા
સુરતમાં કોરોનાના કેસમાં ઘટાડો

Follow us on

કોરોનાની બીજી લહેર સંપૂર્ણ કાબૂમાં આવી ચૂકી છે. સુરત (Surat) શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત હવે કોરોનાના કેસો (Corona Cases) ઓછા નોંધાઈ રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં સતત બીજા દિવસે કોરોનાનો એક પણ કેસ નોંધાયા ન હતો. જ્યારે સુરતમાં કોરોનાના સવા વર્ષ બાદ માત્ર 10 કેસો નોંધાયા છે. જેમાં 39 જેટલા દર્દીઓ કોરોનાની જંગ જીતીને ઘરે પરત ફર્યા છે.

કોરોનાના કેસમાં રાહત રહેતા હવે જનજીવન સામાન્ય બની ગયું છે. કોરોનાની બીજી લહેર પણ કાબૂમાં આવી ચૂકી છે. શહેરમાં અત્યાર સુધીના 1,11,234 કેસ સામે આવ્યા છે. જેની સામે એક 1,09,509 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

કોરોનાની પ્રથમ લહેરમાં 13 એપ્રિલ 2020 માં નવ જેટલા કેસ શહેરમાં નોંધાયા હતા. ત્યારબાદ રવિવારે શહેરમાં કોરોનાના ફક્ત દસ કેસ નોંધાયા છે. જેમાં વરાછા બી ઝોનમાં બીજા દિવસે પણ એક પણ કેસ નોંધાયો નથી. જ્યારે રાંદેર ઝોનમાં ત્રણ, અઠવા ઝોનમાં બે, કતારગામ, સેન્ટ્રલ, વરાછા એ, લિંબાયત અને ઉધના ઝોનમાં એક એક કેસ નોંધાયા છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

શહેરમાં કોરોનાની જંગ જીતીને 28 દર્દીઓ ઘરે પરત ફર્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં બીજા દિવસે પણ કોરોનાનો એક પણ કેસ સામે આવ્યો નથી. જ્યારે 11 દર્દીઓ ઘરે સાજા થઈને પરત ફર્યા છે.

રવિવારે રજાના દિવસે મ્યુકરમાઇકોસીસના (Mucormycosis) કેસોમાં પણ રાહત રહી છે. નવી સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસીસના માત્ર બે કેસ નોંધાયા છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં તો એક પણ કેસ નોંધાયો નથી. સ્મીમેર હોસ્પિટલમાં એક દર્દીને સારવાર આપવામાં આવી હતી. જ્યારે બંને સરકારી હોસ્પિટલમાં એક પણ સર્જરી કરવામાં આવી નથી.

Next Article