Surat: તાપીમાં છોડવામાં આવેલા પાણી સાથે મોટી માત્રામાં વનસ્પતિ, ઝાડી ઝાંખરા તણાઈને આવતા પાણી પુરવઠા પર અસરની સંભાવના

|

Jul 13, 2022 | 8:23 AM

ઉપરવાસમાં અતિભારે વરસાદને કારણે તાપી નદીમાં મોટા જથ્થામાં જળકુંભી, ઝાડી-ઝાંખરા વિગેરે તાપી નદીમાં તણાઇ આવ્યા છે. તાપી એ સુરત માટે પીવાના અને વપરાશી પાણીનો મુખ્ય સ્ત્રોત છે. જે માટે મનપા દ્વારા નદીમાંથી કુલ 8 ઇન્ટેકવેલ દ્વારા કાચું પાણી ઊંચકવામાં આવે છે. ત્યાર બાદ તેને વોટર વર્કસમાં ટ્રીટ કરાય છે.

Surat: તાપીમાં છોડવામાં આવેલા પાણી સાથે મોટી માત્રામાં વનસ્પતિ, ઝાડી ઝાંખરા તણાઈને આવતા પાણી પુરવઠા પર અસરની સંભાવના
તાપીમાં છોડાયું પાણી

Follow us on

Surat: ઉપરવાસમાં અતિભારે વરસાદને કારણે તાપી નદીમાં મોટા જથ્થામાં જળકુંભી, ઝાડી-ઝાંખરા વિગેરે તાપી નદીમાં તણાઇ આવ્યા છે. તાપી એ સુરત માટે પીવાના અને વપરાશી પાણીનો મુખ્ય સ્ત્રોત છે. જે માટે મનપા દ્વારા નદીમાંથી કુલ 8 ઇન્ટેકવેલ દ્વારા કાચું પાણી ઊંચકવામાં આવે છે. ત્યાર બાદ તેને વોટર વર્કસમાં ટ્રીટ કરાય છે.

હાલ આ ઈન્ટેકવેલ ફરતે અને અંદર આ નદીમાં ખેંચાઈ આવેલા ઝાડી ઝાંખરા ફસાઈ શહેર માટે જવાથી, નદીમાંથી કાચું પાણી મેળવતા ઇન્ટેકવેલોની પંપીંગ મશીનરી ખોટકાઈ જવા પામી છે. જેને પગલે યોગ્ય માત્રામાં પાણીનો જથ્થો ઉપાડી શકાતો નથી. આ ઝાડી-ઝાંખરા દુર કરવા માટે અને સાફ સફાઈ માટે તાકીદે ડાઇવર્સ ડુબકી માર, મરજીવાઓની મદદથી રાત-દિવસ સતત સાફસફાઈની કામગીરી કરવામાં આવી રહી છે. આમ છતાં મનપાના હાઈડ્રોલિક વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આગામી બે-ત્રણ દિવસ શહેરીજનોને અપાતો પાણી પુરવઠો અસરગ્રસ્ત રહેશે. આખા શહેરને મળતો પાણી સપ્લાય ઓછા દબાણથી, અપૂરતા જથ્થામાં મળી શકે છે. આ સાથે પાણી પુરવઠો રોજીંદા યોગ્ય સમય મુજબ પણ ન આપી શકાય, એવી પણ શક્યતાઓ છે. મંગળવાર બપોરથી જ ઘણા વિસ્તારોમાં મનપા દ્વારા અપાતો પાણી પુરવઠો ખોરવાયો હતો. આ સ્થિતિ, ઉપરવાસમાંથી ખેંચાઈ આવતા ઝાડી-ઝાંખરાને કારણે વધુ બે કે ત્રણ દિવસ લંબાઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, ઇન્ટેકવેલમાં કચરું, ઝાડી ઝાંખરા ફસાય ત્યારે બે થી ચાર કલાક પ્લાન્ટ બંધ રાખીને સાફ સફાઈ કરવી પડે છે. ઈન્ટેકવેલ ચાલુ કરાય છે, અને દરમિયાનમાં જો ફરી ઝાડી-ઝાંખરા ખેંચાઈ આવે અને ફસાય તો ફરી પ્લાન્ટ ખોટકાય છે, અને ફરી બે-ચાર કલાકની સફાઈ સતત કરવી પડે છે.

રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?
Loan on Aadhaar Card : આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ રીતે મળશે 2 લાખની લોન
ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?
શિયાળાના 3 મહિના સુધી દરરોજ ખાઓ 2 ખજૂર,મળશે લાભ
Indian Flag : કયા ભારતીયે બનાવ્યો હતો ભારતનો રાષ્ટ્રધ્વજ ?
ડાયાબિટીસમાં કઈ મીઠાઈઓ ખાવી? આ છે શ્રેષ્ઠ વિકલ્પ

શહેરના આઠ ઇન્ટેકવેલો પૈકી રાંદેર, કતારગામ, મોટાવરાછા, સરથાણા, વાલક સહિતના ઉપરવાસના તમામ ઇન્ટેકવેલોમાં જળકુંભી તમામ સહીતના ઝાડી-ઝાંખરા ફસાતા શહેરના પાણી પુરવઠાને આજ બપોરના સપ્લાયથી અસર થયેલ છે. જેને પગલે શહેરના ઘણા વિસ્તારોમાં પાણી પુરવઠો અપૂરતો કે ઓછા દબાણથી અને પૂરતા સમયગાળા માટે આપી શકાયો નથી. ઝાડી-ઝાંખરા દુર કરવાની અવિરત કામગીરી કરી તમામ શહેરીજનોને રાબેતા મુજબ પાણી પુરવઠો પૂરો પાડવાના પ્રયાસો મહાપાલિકા ધ્વારા કરવામાં આવી રહ્યા છે. આમ છતાં લોકોને મળતો પાણી પુરવઠો બે થી ત્રણ દિવસ અસરગ્રસ્ત રહી શકે છે.

Published On - 8:02 am, Wed, 13 July 22

Next Article