ક્રિકેટ પ્રેમી(Cricket ) સુરતીઓ માટે વધુ એક સારા સમાચાર આવી રહ્યા છે. આઇપીએલ(IPL) સીઝન એપ્રિલ મહિનાથી શરૂ થવા જઈ રહી છે. ત્યારે સુરતના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડીયમ પર પહેલી જ વખત ચેન્નાઇ સુપર કિંગ્સ પ્રેક્ટિસ કરતી જોવા મળે તેવી સંભાવના છે. આ વખતે ચેન્નાઇ સુપર કિંગ્સે(CSK) પોતાનો કેમ્પ સુરત લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમ રાખ્યો છે.
તારીખ 4 માર્ચથી ચેન્નાઇ સુપર કિંગ્સની ટિમ સુરત ખાતે આવી પહોંચશે અને ચાર દિવસ નિયમ પ્રમાણે ક્વોરેન્ટાઇન રહેશે. ક્વોરેન્ટાઇન પિરિયડ પૂરો કરીને તે પોતાની પ્રેકટીસ સુરતના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ ખાતે શરૂ કરશે. આ પ્રેક્ટિસ મેચમાં આખી ટિમ બાયો બબલ સાથે સામેલ હશે. એટલે સંભાવના પૂરેપરી છે કે ભારતના પૂર્વ કેપ્ટ્ન અને ચેન્નાઇ સુપર કિંગ્સના હાલના કેપ્ટ્ન મહેન્દ્ર સિંહ ધોની સહીત વિદેશી ખેલાડીઓ પણ સુરતના મેદાનમાં રમતા જોવા મળશે.
સુરત ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે હાલ ચેન્નાઇ ટિમ ના મેનેજમેન્ટ સાથે આ બાબતે વાતચીત ચાલી રહી છે. ટૂંક સમયમાં તેની માહિતી આપવામાં આવનાર છે. સુરતની લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમની પીચ લાલ માટીમાંથી તૈયાર કરવામાં આવી છે. અને અમદાવાદ મોટેરા સ્ટેડિયમ અને મુંબઈના મેદનામાં પણ લાલ માટીની જ પીચ હોય છે. જેથી ચેન્નાઇ સુપર કિંગના મેનેજમેન્ટ અને એક્સપર્ટ દ્વારા સુરતની પીચ અને વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી હતી.
જે બાદ ચેન્નાઇ ટીમના મેનેજમેન્ટ આઇપીએલ પહેલા પ્રેક્ટિસ કેમ્પ સુરતમાં રાખવાનું નક્કી કર્યું છે. ટીમના ખેલાડીઓ સહીત 40 વ્યક્તિઓનો સ્ટાફ સુરત આવશે. ચોથી માર્ચના રોજ તેઓ સુરત આવશે. અને તે પછી નિયમ પ્રમાણે ચાર દિવસ ક્વોરેન્ટાઇન રહીને પાંચમા દિવસથી ચેન્નાઈની ટિમ લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ પર પોતાની પ્રેક્ટિસની શરૂઆત કરશે.
પ્રેકટીસ કરવાની સાથે દર બે દિવસે ખેલાડીઓ દ્વારા પ્રેક્ટિસ મેચનું પણ આયોજન કરવામાં આવશે. સુરતના સ્ટેડિયમ ખાતે નાઈટ ક્રિકેટ ફેસિલિટી પણ છે. જેથી આઈપીએલમાં નાઈટમાં રમાતી મેચને કારણે પણ ફાયદો થશે. તારીખ 8 માર્ચથી 22 માર્ચ સુધી ચેન્નાઇ સુપર કિંગ્સ સુરતના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ ખાતે પ્રેક્ટિસ કરશે. અને પછી પોતાની મેચના શિડ્યુલ પ્રમાણે જે તે શહેરમાં જવા માટે રવાના થશે.
નોંધનીય છે કે આઇપીએલ જેવી ટુર્નામેન્ટ આવે તો સ્ટેડિયમમાં અનેક ફેરફારો કરવામાં આવ્યા છે. બેઠક ક્ષમતા સાથે નાઈટ ક્રિકેટ ફેસિલિટી પણ તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત ઇન્ડિયા વુમન અને સાઉથ આફ્રિકા વચ્ચેની ઇન્ટરનૅશન મેચ બાદ પણ ખેલાડી અને અન્ય ઓફિશ્યલ દ્વારા પણ સ્ટેડિયમને સારા રેન્ક આપવામાં આવ્યા છે. સુરત માટે હવે આગામી સમયમાં ઇન્ટરનેશનલ અને આઇપીએલ જેવી મેચ રમાય તે માટે તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો :