Surat : કાપોદ્રામાં રિક્ષામાં અચાનક લાગી આગ, આગ પર કાબુ મેળવ્યા બાદ રિક્ષામાંથી મળી આવ્યો દારૂ!

ફાયર (Fire )વિભાગે આગ ઓલવવાની કામગીરી પૂર્ણ કર્યા બાદ હવે પોલીસે કામગીરી શરૂ કરી છે. કે આખરે આ રીક્ષા ચાલક કોણ હતો, અને કોના ઈશારેથી આ દારૂની હેરફેર થઇ રહી હતી.

Surat : કાપોદ્રામાં રિક્ષામાં અચાનક લાગી આગ, આગ પર કાબુ મેળવ્યા બાદ રિક્ષામાંથી મળી આવ્યો દારૂ!
Fire broke in auto rickshaw (File Image )
| Updated on: Jun 22, 2022 | 3:03 PM

કાપોદ્રા (Kapodra ) પોલીસ મથકની હદમાં આવેલ હીરાબાગ (Hirabag )વિસ્તારમાં આજે સવારે એક રિક્ષામાં અચાનક જ આગ (Fire )લાગી ગઈ હતી. ઘટનાને પગલે સ્થળ ઉપર હાજર લોકોમાં  અફરાતફરી મચી ગઈ હતી.એટલુંજ નહીં લોકોને આશ્ચર્ય તો ત્યારે થયું હતું જયારે રિક્ષામાંથી દારૂની બોટલોનો જથ્થો નીકળ્યો હતો. આ જોઈ સ્થળ પર લોકોનું ટોળું ભેગું થઇ ગયું હતું. આગની ઘટના અંગે જાણ કરવામાં આવતા અલગ અલગ ફાયર સ્ટેશનથી ફાયરના જવાનો સ્થળ ઉપર પહોંચ્યા હતા અને આગ ઓલવવામાં આવી હતી. રિક્ષામાં દારૂની બોટલો હોય રીક્ષા ડ્રાઈવર ભાગી છૂટ્યો હતો. કાપોદ્રા પોલીસે રીક્ષા અને મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આગ લાગેલી રિક્ષામાંથી નીકળ્યો દારૂ :

ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજે સવારે ફાયર કંટ્રોલ રૂમમાં કોલ મળ્યો હતો કે હીરાબાગથી અશ્વિનીકુમાર રોડ તરફ જતા રસ્તા પર એક રિક્ષામાં આગ લાગી છે. જેથી કાપોદ્રા અને કતારગામ ફાયર સ્ટેશનથી ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો અને આગ ઓલાવવાની કવાયત શરૂ કરી હતી. વધુમાં ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે રિક્ષાની પાછળના ભાગે દારૂની બોટલો ભરેલી હતી. જયારે રીક્ષાનો ડ્રાઈવર ભાગી ગયો હતો.

આગ લાગવાનું કારણ અકબંધ :

આગ લાગવાનો ચોક્કસ કારણો જાણવા નહિ મળ્યું હતું. રિક્ષામાં દારૂની બોટલો હોવાનું જણાવા મળતા રસ્તા ઉપર લોકોનું ટોળું ભેગું થઇ ગયું હતું અને મોબાઈલમાં વિડીયો પણ ઉતારવા લાગ્યા હતા. જયારે ઘટના અંગે જાણ કરવામાં આવતા કાપોદ્રા પોલીસ પણ સ્થળ ઉપર આવી ગઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે કંતાનની અંદર દારૂની બોટલો હતી જે કંતાન રિક્ષાની પાછળ એન્જીનના ભાગમાં છુપાવવાં આવ્યો હતો. દારૂની કેટલીક બોટલો આગમાં બળી ગઈ હતી તેમજ બાકી પાણીના લીધે ખરાબ થઇ ગઈ હતી. 50થી 60 જેટલી બોટલો અને રીક્ષા કબ્જે કરવાંમાં આવી છે તેમજ રીક્ષા નંબરના આધારે ડ્રાઇવરની તપાસ શરૂં કરવામાં આવી છે.

આમ, ફાયર વિભાગે આગ ઓલવવાની કામગીરી પૂર્ણ કર્યા બાદ હવે પોલીસે કામગીરી શરૂ કરી છે. કે આખરે આ રીક્ષા ચાલક કોણ હતો, અને કોના ઈશારેથી આ દારૂની હેરફેર થઇ રહી હતી. કાપોદ્રા પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.