SURAT: ગુજરાતમાં સૌ પ્રથમ સુરતમાં અપાઈ રહી છે રશિયાની કોરોના વેક્સિન sputnik V

Corona Vaccine Sputnik V : ગુજરાતમાં એકમાત્ર સુરતમાં રશિયાની કોરોના વેક્સિન સ્પુટનિક-વી આપવામાં આવી રહી છે. કિરણ હોસ્પિટલમાં રજીસ્ટ્રેશન કરાવીને નાગરિકો આ વેકિસન લેવા માટે એપોઈમેન્ટ લઈ શકે છે.

SURAT: ગુજરાતમાં સૌ પ્રથમ સુરતમાં અપાઈ રહી છે રશિયાની કોરોના વેક્સિન sputnik V
સુરતની કિરણ હોસ્પિટલમાં અપાઈ છે sputnik V
| Edited By: | Updated on: Jul 03, 2021 | 10:22 PM

sputnik V in Gujarat: કોરોના મહામારી સામે રાજ્ય સહીત સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ રસીકરણ અભિયાનમાં ભારત બાયોટેકની કોવેક્સીન (covaxin), સીરમ ઇન્સ્ટીટયુટની કોવીશિલ્ડ (covishield) બાદ ત્રીજી વેક્સિન તરીકે રશિયાની કોરોના વેક્સિન sputnik V ને મંજુરી આપવામાં આવી હતી. અને હમણાં જ ભારતે મહારાષ્ટ્ર સ્થિત સિપ્લા કંપનીને અમેરિકાની મોડર્ના વેક્સિનની આયાત કરવાની મંજુરી આપી છે.

દેશમાં હવે રસીકરણ અભિયાનમાં ભારત બાયોટેકની કોવેક્સીન અને સીરમ ઇન્સ્ટીટયુટની કોવીશિલ્ડ બાદ રશિયાની કોરોના વેક્સિન sputnik V ને પણ સામેલ કરવામાં આવી છે. ગુજરાતમાં સૌ પ્રથમ વાર સુરત શહેરથી નાગરીકોને આ રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે.

સુરતમાં અપાઈ રહી છે સ્પુટનિક-વી
ગુજરાતમાં એકમાત્ર સુરતમાં રશિયાની કોરોના વેક્સિન (corona vaccine) સ્પુટનિક-વી આપવામાં આવી રહી છે. કિરણ હોસ્પિટલ (Kiran Hospital) માં રજીસ્ટ્રેશન કરાવીને નાગરિકો આ વેકિસન લેવા માટે એપોઈમેન્ટ લઈ શકે છે.

કિરણ હોસ્પિટલમાં બે દિવસમાં 200 થી વધુ વ્યક્તિઓએ સ્પુટનિક-વી વેક્સિનનો ડોઝ લીધો છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત કેન્દ્ર પર મુખ્યત્વે કોવીશિલ્ડ આપવામાં આવી રહી છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય ખાતાના જણાવ્યા પ્રમાણે હાલ ફક્ત કિરણ હોસ્પિટલ પાસે રશિયાની સ્પુટનિક વેકસિન ઉપલબ્ધ છે. અન્ય ખાનગી હોસ્પિટલોમાં પણ કોવેક્સીનનો ડોઝ મૂકવામાં આવે છે.

92 થી 95 ટકા અસરકારક છે સ્પુટનિક-વી
કિરણ હોસ્પિટલમાં પહેલા દિવસે sputnik V વેકસીનના 70 જેટલા ડોઝ મૂકવામાં આવ્યા હતા, જ્યારે આજે 3 જુલાઈએ બીજા દિવસે 96 વ્યક્તિઓએ આ વેક્સિનનો ડોઝ લીધો હતો. કિરણ હોસ્પિટલના મેડિકલ ડિરેકટર મેહુલ પંચાલના જણાવ્યા પ્રમાણે આ વેકસીનની કિંમત રૂ.1145 છે. સ્પુટનિક વેકસીનના બંને ડોઝ અલગ હોય છે. જેના કારણે કોરોના સામે રક્ષણ વધારે મળે છે. કોવિશીલ્ડ અને કોવેક્સીન કરતા આ રસીમાં 92% થી 95% પ્રોટેક્શન મળે છે.

રોજ 100 ડોઝ આપવામાં આવે છે
ગુજરાતમાં સુરતમાં જ પહેલી વાર રશિયાની આ sputnik V વેક્સિન ઉપલબ્ધ છે. રોજના 100 ડોઝનું વિતરણ કરવામાં આવે છે. જેમ જેમ સપ્લાય આવશે તેમ ડોઝ વધારવામાં આવશે.આ વેકસીનને અમુક દેશોની મંજૂરી મળી ચુકી છે જ્યારે અમુક દેશોમાં મંજુરી આપવાની પ્રક્રિયા ચાલે છે. કોવિસીલ્ડ, કોવેક્સીન કરતા પણ સૌથી વધુ રક્ષણ સ્પુટનિક-વી આપે છે. હાલ સ્પુટનિક લાઈટ વેક્સિનનું પણ સંશોધન થઈ રહ્યું છે જેને દુનિયાના બીજા દેશોને મળતા હજી 5 મહિના જેટલો સમય થશે.

આ પણ વાંચો : Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના 76 નવા કેસ, 3 દર્દીના મૃત્યુ, 3.30 લાખ લોકોનું રસીકરણ થયું

Published On - 10:06 pm, Sat, 3 July 21