રાજ્યમાં વધતા કોરોના સંકટને લઈને કેન્દ્રિય આરોગ્ય વિભાગની ટીમ ગુજરાતમાં,આરોગ્ય વિભાગની કામગીરી સામે વ્યક્ત કર્યો સંતોષ

|

Jul 17, 2020 | 2:48 PM

રાજ્યમાં વધતા કોરોના સંકટને લઈને કેન્દ્રિય આરોગ્ય વિભાગની ટીમ ગુજરાતમાં છે. કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરવા કેન્દ્રની ટીમે સુરત અને અમદાવાદની મુલાકાત કરી હતી. પહેલા સુરતમાં તબીબો સાથે કેન્દ્રિય ટીમે કોરોનાના સંક્રમણને રોકવા મુદ્દે ચર્ચા કરી જેમા ટેસ્ટ વધારવા પર ભાર મુક્યો. સુરત બાદ કેન્દ્રની ટીમે અમદાવાદની પણ મુલાકાત કરી જ્યા તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ […]

રાજ્યમાં વધતા કોરોના સંકટને લઈને કેન્દ્રિય આરોગ્ય વિભાગની ટીમ ગુજરાતમાં,આરોગ્ય વિભાગની કામગીરી સામે વ્યક્ત કર્યો સંતોષ
http://tv9gujarati.in/rajya-ma-vadhta-…tosh-vyakt-karyo/

Follow us on

રાજ્યમાં વધતા કોરોના સંકટને લઈને કેન્દ્રિય આરોગ્ય વિભાગની ટીમ ગુજરાતમાં છે. કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરવા કેન્દ્રની ટીમે સુરત અને અમદાવાદની મુલાકાત કરી હતી. પહેલા સુરતમાં તબીબો સાથે કેન્દ્રિય ટીમે કોરોનાના સંક્રમણને રોકવા મુદ્દે ચર્ચા કરી જેમા ટેસ્ટ વધારવા પર ભાર મુક્યો. સુરત બાદ કેન્દ્રની ટીમે અમદાવાદની પણ મુલાકાત કરી જ્યા તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે બેઠક કરી હતી જેમા કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી હતી. આ દરમિયાન આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ પણ હાજર હતા. આ બેઠક પૂર્ણ થયા બાદ કેન્દ્રની ટીમ સચિવાલય ખાતે પહોંચી હતી જ્યા જયંતિ રવિ, કોવિડની જવાબદારી સંભાળતા આઈએએસ પંકજકુમાર સહિતના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

Next Article