Rajkot: ફરી વિવાદમાં આવી ધોરાજીની સિવિલ હોસ્પિટલ, લાંચ માંગતો ઓડિયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ

|

Jun 12, 2021 | 11:41 AM

સરકારી હોસ્પિટલમાં તો દર્દીઓને મફતમાં સારવાર આપવામાં આવે છે. આ વચ્ચે રાજકોટની ધોરાજી સિવિલ હોસ્પિટલ (Dhoraji Civil Hospital) દર્દીઓના લૂંટનું કેન્દ્ર બની છે.

Rajkot : કોરોનાકાળમાં અમુકવાર એવા કિસ્સા પણ સામે આવ્યા છે કે, જેમાં ડોક્ટર ઉઘાડી લૂંટ કરતા હોય છે. પરંતુ સરકારી હોસ્પિટલમાં તો દર્દીઓને મફતમાં સારવાર આપવામાં આવે છે. આ વચ્ચે રાજકોટની ધોરાજી સિવિલ હોસ્પિટલ (Dhoraji Civil Hospital) દર્દીઓના લૂંટનું કેન્દ્ર બની છે.

સરકારી હોસ્પિટલમાં દર્દીઓને બધી સુવિધા મફતમાં મળતી હોય છે. પરંતુ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં પૈસા ઉઘરાવતા હોવાનું સામે આવ્યું છે. પ્રસૂતિ માટે આવતા દર્દીઓ પાસે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા પાંચ હજાર રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે. સિવિલમાં પ્રસૂતિ કરાવનાર દર્દી અને ડોક્ટર સી ટી ફળદુનો ઓડિયો અને વીડિયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઇ રહ્યો છે.

લાંચનો ડોક્ટર દ્વારા ઓડિયોમાં સ્વીકાર પણ કરવામાં આવી રહ્યો છે. પ્રસૂતિ માટે આવતા દર્દીઓને ધોરાજી સિવિલના ગાયનેક ડોક્ટર દ્વારા દર્દીની હાલત નાજુક હોવાનો ભય બતાવી પાંચ હજાર રૂપિયા ખંખેરવામાં આવે છે. હાલ એક જ પરિવારના બે દર્દી પાસેથી સિઝેરિયન ડિલિવરી સમયે કુલ 10 હજાર રૂપિયાની લાંચ લેવા માટે ધોરાજી સિવિલ વિવાદમાં આવી છે.

નોંધનીય છે કે, આ ડોક્ટર આ 5 હજાર રૂપિયા શેના લઇ રહ્યો છે ? આ મામલે વધુ તપાસ ધરવામાં આવશે કે પછી મામલે સંકેલાઇ જશે તે આવનારો સમય જ બતાવશે.

Published On - 10:59 am, Sat, 12 June 21

Next Video