Rajkot : વિરપુર જલારામ મંદિર દર્શનાર્થે 30 April સુધી રહેશે બંધ, વધતા કોરોના કેસને લઈને લેવાયો નિર્ણય

|

Apr 10, 2021 | 6:01 PM

વિરપુર ખાતેના જલારામ મંદિરમાં પૂજ્ય બાપાના ભક્તોનો પ્રવાહ રોજને માટે જોવા મળે છે જેને લઈને સંક્રમણ ફેલાય નહિ તેની કાળજીને લઈને યાત્રાધામ વિરપુર જલારામ મંદિર મેનેજમેન્ટ દ્વારા નિર્ણય લેવાયો છે.

Rajkot : દેશ અને રાજ્યમાં વધતા જતા કોરોના કહેરના કારણે યાત્રાધામ વિરપુરનું જલારામ મંદિર (Jalaram Mandir, Virpur) આવતી કાલથી 30 April 2021 સુધી બંધ કરવા માટે મેનેજમેન્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.

આગામી 30 April 2021 સુધી પૂજ્ય જલારામ બાપાના દર્શન ભક્તો માટે બંધ કરવામાં આવ્યા છે. રાજયમાં કોરોના કહેરનો ગ્રાફ દિનપ્રતિદિન વધતો જાય છે. ત્યારે વિરપુર ખાતેના જલારામ મંદિરમાં પૂજ્ય બાપાના ભક્તોનો પ્રવાહ રોજને માટે જોવા મળે છે જેને લઈને સંક્રમણ ફેલાય નહિ તેની કાળજીને લઈને યાત્રાધામ વિરપુર જલારામ મંદિર મેનેજમેન્ટ દ્વારા 30 એપ્રિલ 2021 સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખ 11/04/21 થી તા. 30/04/21 સુધી ભક્તો પૂજ્ય બાપાના દર્શન નહીં કરી શકે.

 

 

ભાવિકો અને પ્રવાસીઓમાં વિરપુરનું વિશેષ આકર્ષણ
કહેવાય છે કે સૌરાષ્ટ્રએ સંત અને શુરાની ધરતી છે. ગુજરાતનાં જેટલા પણ સંતો મહાપુરૂષો થાય છે. તેમાંથી મોત ભાગના સંતો મહાપુરુષો સૌરાષ્ટ્રમાંથી જ થયા છે. જેમાં વિરપૂરના પૂજ્ય જલારામ બાપા તો વિશ્વ પ્રસિદ્ધ છે. “દેને કો ટુકડા ભલા , લેને કો હરિ કા નામ” અને “જ્યાં ટુકડો રોટલો,ત્યાં હરિ ઢૂકડો ” જેમાં ભોજનનો મહિમા ગવાયો છે. પૂજ્ય બાપની હયાતીમાં પણ તેને ભૂખ્યાઓને ભોજન આપ્યું હતું.અને તેના સમયમાં અનક્ષત્ર ચાલુ કર્યું હતું. જે આજે પણ અવિરત તેના વંશજો દ્વારા ચાલુ છે. 200થી વધારે વર્ષથી ચાલતુ અન્નક્ષેત્ર ભક્તો અને મુલાકાતીઓને કોઈ પણ પ્રકારની દાન, ભેટ કે સોગાદ સ્વીકાર્ય વગર બે ટંકનું ભોજન પ્રસાદ આપવામાં આવે છે. વિશ્વ આખામાં માત્ર જલારામ મંદિર જ એવું સંસ્થાન છે જે કોઈ પણ પ્રકારનું દાન લીધા વગર રોજ હજારો ભાવિકોને ભોજન પ્રસાદનો લાભ આપી રહ્યા છે. વિરપુર નજીક કાગવાડ ગામે પ્રસિદ્ધ ખોડલ ધામ (Khodal Dham) આવેલું છે જ્યાં માતા ખોડલનું અદભૂત મંદિર આવેલું છે. વિરપુર આવતા પ્રવાસીઓ ખોડલ ધામની મુલાકાત અચૂક લેતા હોય છે અને ખોડલ ધામનું વિશાળ સંકૂલ નિહાળીને ભાવિકો/મુલાકાતીઓ મંત્ર મુગ્ધ થઈ જાય છે. અહી ખોડલ ધામ સંકુલમાં શક્તિ વન આવેલું છે જે જેતપુર વન વિભાગ દ્વારા સંચાલિત છે. અહી નયન રમ્યા બગીચા અને સુંદર લીલોતરી હોવાના કારણે મુલાકાતીઓનું એક અનોખુ આકર્ષણનું કેદ્ર બની રહે છે.

Published On - 5:59 pm, Sat, 10 April 21

Next Video