Rajkot: ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વકર્યા છતાં ટેસ્ટિંગમાં ઘટાડો

|

May 11, 2021 | 12:58 PM

Rajkot: કોરોનાની બીજી લહેરમાં ઘણા લોકો ઝપેટમાં આવી ચુક્યા છે. કોરોનાનું સંક્ર્મણ હવે ગામડામાં પણ વધી રહ્યું છે. રાજકોટ શહેરમાં કોરોનાનું સંક્ર્મણ ઘટી રહ્યું છે તો ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનું સંક્ર્મણ વધી રહ્યું છે.

Rajkot: કોરોનાની બીજી લહેરમાં ઘણા લોકો ઝપેટમાં આવી ચુક્યા છે. કોરોનાનું સંક્ર્મણ હવે ગામડામાં પણ વધી રહ્યું છે. રાજકોટ શહેરમાં કોરોનાનું સંક્ર્મણ ઘટી રહ્યું છે. તો ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનું સંક્ર્મણ વધી રહ્યું છે.

રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનું સંક્ર્મણ વધી રહ્યું છે. તો ગ્રામ્ય વિસ્તારમાં ટેસ્ટિગમાં ઘટાડો થયો છે. કોરોનાના ઓછા ટેસ્ટિગ કરતા પણ પોઝિટિવ કેસનો આંક વધારે આવે છે. આ મુદ્દે જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદરએ જણાવ્યું હતું કે, કિટની શોર્ટેજ હોવાથી બિનજરૂરી ટેસ્ટ બંધ કર્યા હતા. આશા વર્કરો દરેક ઘરમાં સર્વે કરીને જરૂરિયાત હોય તેવા દર્દીઓનું ટેસ્ટ થતું હોવાનો દાવો કર્યો છે.

 

તો બીજી તરફ રાજકોટ કોવિડ હોસ્પિટલમાં બેડ અંગે માહિતી આપતું વેબ પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે. કઇ હોસ્પિટલમાં કેટલા બેડ ભરેલા અને કેટલા બેડ ખાલી છે તે માહિતી પોર્ટલ પર જોવા મળશે.

કેટલા ટકા બેડ ભરેલા અને કેટલા ટકા ખાલી તેની ટકાવારી મુજબ માહિતી દર્શાવવામાં આવશે. થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પર વોર ચલાવી રાજકોટ વાસીઓએ બેડ માટે પોર્ટલ તૈયાર કરવા માંગ કરી હતી.

જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાકમાં 57 દર્દીઓના કોરોનાથી નિધન થયા છે. નિધન અંગેનો આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે. રાજકોટમાં ખાલી બેડની સંખ્યામાં વધારો થયો છે.સરકારી ચોપડે 1800થી વધારે બેડ ખાલી છે. ઓક્સિજન બેડ પુરતા પ્રમાણમાં શહેરમાં ઉપલબ્ધ.હાલમાં હજુ વેન્ટિલેટરવાળા બેડ મળવામાં થઇ રહી છે મુશ્કેલી

Next Video