Rajkot: ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલનો બફાટ, કાર્યકર્તાઓને કહ્યા મજૂર

|

Mar 21, 2021 | 4:10 PM

એક બાજુ કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. તો બીજી તરફ કોરોના સંક્ર્મણને કારણે મહાનગર પાલિકામાં રાત્રી કર્ફ્યુનો સમય પણ વધારવામાં આવ્યો છે. આ વચ્ચે રાજકોટ (Rajkot) ભાજપના ધારાસભ્યનું નિવેદન સામે આવ્યું છે.

એક બાજુ કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. તો બીજી તરફ કોરોના સંક્ર્મણને કારણે મહાનગર પાલિકામાં રાત્રી કર્ફ્યુનો સમય પણ વધારવામાં આવ્યો છે. આ વચ્ચે રાજકોટ (Rajkot) ભાજપના ધારાસભ્યનું નિવેદન સામે આવ્યું છે.

ભાજપના નેતાઓ દ્વારા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના કરેલા ભંગ મુદ્દે મીડિયાના સવાલ પર રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલનું નિવેદન સામે આવ્યું હતું. ચૂંટણીમાં નેતા-કાર્યકર્તાઓએ માસ્ક ન પહેરવા મુદ્દે ઉડાઉ જવાબ આપ્યો હતો કે, મહેનત-કાળી મજૂરી કરનારને કોરોના નથી થતો. ચૂંટણીમાં BJP નેતા-કાર્યકર્તાઓએ મજૂરી કરી હતી. BJPના નેતાઓએ કાળી મજૂરી કરી હોવાથી સંક્રમિત નથી થયા. ત્યારે આ ફાલતું બફાટ અને પ્રજાને સલાહ આપવાને બદલે આવા નેતાઓએ પહેલા નિયમો પાળવા જોઇએ.આ જવાબ નાઈટ કર્ફ્યૂ અને એ સિવાય ટ્રાન્સપોર્ટ, મોલ, સિનેમા હોલ, જીમ સહિતની ઘણી ખરા રોજગાર પર પ્રતિબંધો બાદ પડ્યા પર પાટુ સમાન છે.

જો કે ચૂંટણીઓમાં જે નેતાઓએ નિયમોની ઐસી તૈસી કરી નાખી અને સરકારી ગાઇડલાઇનના ધજાગરા ઉડાડ્યા છે. એ જ નેતાઓ હવે સુફિયાણી સલાહો આપી રહ્યા છે. ધારાસભ્ય લાખા સાગઠીયાને નિયમ ભંગનો સવાલ પુછતા તેઓની ગાડી આડા પાટે ચઢી હતી અને ચોર કોટવાલ કો ડાટે તેમ પ્રજાને નિયમોના પાઠ ભણાવવા લાગ્યા હતા.

Next Video