RAJKOT : અઢી વર્ષથી ઘરમાં બંધ માતા-પુત્રને મુક્ત કરવામાં આવ્યા, બંનેની માનસિક સ્થિતિ ખરાબ

|

Jan 23, 2021 | 2:54 PM

RAJKOT : ફરી એકવાર ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અઢી વર્ષથી એક ઘરમાં પુરાયેલા માતા-પુત્રને મુક્ત કરવામાં આવ્યા છે.

RAJKOT : ફરી એકવાર ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અઢી વર્ષથી એક ઘરમાં પુરાયેલા માતા-પુત્રને મુક્ત કરવામાં આવ્યા છે. રાજકોટના ગોવિંદનગર વેલનાથ ચોક ખાતેનો ગોવિંદનગરમાં છેલ્લા બે – અઢી વર્ષથી માતા પુત્ર ઘરમાં પુરાયા હતા. સરલાબેન અને તેનો પુત્ર કિશન એક ઘરમાં પુરાયેલા હતા.૧૮૧ અભિયમની ટીમના અને સામાજિક સંસ્થાના સહયોગથી માતા પુત્રને ઘરમાંથી બહાર કાઢવામાં આવ્યા. બન્નેની માનસિક સ્થિતિ ખરાબ હોવાનું પણ સામે આવ્યું. સરલાબેનના પતિ દુબઈ રહે છે. માતા અને પુત્ર આ સ્થિતિમાં છેલ્લા ૨ થી અઢી વર્ષથી છે. કિશન નામનો પુત્રએ તો ૨ વર્ષથી ભણવાનું પણ છોડી દીધું છે અને માનસિક સ્થિતિ પણ ખરાબ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. જોકે હાલ બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

 

Published On - 2:13 pm, Sat, 23 January 21

Next Video