Home Quarantin રહેલા કોરોના પોઝીટીવ અને સ્વજનો બહાર આંટા મારે છે, હોમકોરોન્ટાઇનના નિયમો કડક કરવાની ઉઠી માંગ

|

Apr 17, 2021 | 3:48 PM

Home Quarantin માં હોવા છતાં બહાર નીકળનારા કોરોનાના સુપર સ્પ્રેડર બની શકે છે

Home Quarantine  અંગે હવે ફરિયાદો સામે આવી રહી છે. દેશ અને રાજ્યમાં કોરોનાની બીજી લહેર હાહાકાર મચાવી રહી છે. કેસો એટલા બધા વધી રહ્યા છે કે હોસ્પિટલમાં દાખલ કરવાની જગ્યા નથી મળી રહી. જે દર્દીઓને હોસ્પિટલમાં જગ્યા નથી મળતી તેમને ફરજિયાત Home Quarantine થવું પડે છે. બીજી બાજું સામાન્ય લક્ષણોવાળાને તંત્ર દ્વારા સામેથી જ હોમકોરોન્ટાઇનમાં રહીને સારવાર લેવાનું કહેવામાં આવી રહ્યું છે. પણ આ હોમકોરોન્ટાઇન સીસ્ટમ સામે પણ સવાલો ઉભા થયા છે.

કોરોના પોઝીટીવ અને સ્વજનો બહાર ફરી રહ્યા છે
કોરોના પોઝીટીવ આવેલા અને Home Quarantine માં રહીને એટલે કે ઘરમાં જ રહીને સારવાર લઇ રહેલા લોકો સામે તેમજ આવા લોકોના સ્વજનો એટલે કે પરિવારજનો સામે ફરિયાદો થઇ છે.હોમકોરોન્ટાઇનમાં રહેલા કોરોના પોઝીટીવ અને સ્વજનો ઘરની બહાર નીકળી આંટા મારે છે, ખરીદી કરવા પણ પહોચી જાય છે એવી પણ વિગતો પ્રાપ્ત થઇ છે. આવી સ્થિતિમાં કોરોના પોઝીટીવ અને તેના સ્વજનો સુપર સ્પ્રેડર બની શકે છે.

સુપર સ્પ્રેડર બને છે આવા લોકો
હોમકોરોન્ટાઇનમાં રહેલા કોરોના પોઝીટીવ અને તેના સ્વજનો ઘરમાં જ રહેવાની બદલે બહાર નીકળે ત્યારે તેઓ અનેક લોકોના સંપર્કમાં આવે છે. કોરોના સંક્રમણને રોકવા માટે માસ્ક અને સામાજિક અંતર સૌથી મોટા સાધનો છે. Home Quarantine માં રહેલા કોરોના પોઝીટીવ અને તેના સ્વજનો ઘરની બહાર નીકળે એટલે ઘણા લોકોના સંપર્કમાં આવવાથી કોરોના સંક્રમણ વધવાનું જોખમ અનેક ગણું વધી જાય છે અને આવા લોકો સુપર સ્પ્રેડર બની શકે છે. પરિણામે આખો રહેણાંક વિસ્તાર કંટેનમેન્ટ ઝોન બને છે અને તંત્રએ પ્રતિબંધો લગાવવા પડે છે. જેનો ભોગ સામાન્ય લોકો પણ બને છે જે કોરોના સંબંધી તમામ નિયમો પાળે છે અને સરકાર દ્વારા જાહેર કરવામાં  આવેલી ગાઈડલાઈનનો ચુસ્તપણે અમલ કરે છે. આથી Home Quarantine હોવા છતાં બહાર નીકળનારા કોરોના પોઝીટીવ અને તેના સ્વજનો સામે ફરિયાદો થઇ રહી છે.

CMO સુધી પહોચી ફરિયાદ, હોમકોરોન્ટાઇનના નથી કોઈ નિયમો
હોમકોરોન્ટાઇનમાં રહેલા કોરોના પોઝીટીવ અને તેના સ્વજનો બહાર નીકળવાની અનેક ફરિયાદો મળી રહી છે. આ ફરિયાદો સ્થાનિક પ્રશાસનથી લઈને હવે ચેક CMO એટલે કે મુખ્યપ્રધાનની ઓફીસ સુધી પહોચી છે. આના કારણે આજુબાજુમાં રહેતા લોકોમાં સંક્રમણ ફેલાવાનો ભય તો રહે જ છે. બીજું એક કારણ એ પણ છે કે હોમકોરોન્ટાઇનના કોઈ નિયમો નથી. આથી હવે હોમકોરોન્ટાઇનમાં રહીને સારવાર લઇ રહેલા દર્દીઓ અને તેના સ્વજનો માટે કડક નિયમો સાથેની ગાઈડલાઈન જાહેર કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે.

Next Video