વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમિયાધામનું ભૂમિપૂજન કર્યું, શું છે વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનની ખાસિયતો ?

|

Mar 04, 2019 | 10:41 AM

જામનગરથી અમદાવાદ આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રમોદી વિશ્વ ઉમિયાધામના ભૂમિપૂજનમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે. વિશ્વના ખૂણે ખૂણે રહેતા કડવા પાટીદાર સમાજ દ્રારા આ વિશ્વ ઉમિયાધામનું નિર્માણ 100 વિંઘા જમીનમાં થશે. ગુજરાતના રાજકારણમાં કડવા પાટીદાર સમાજનું એક મજબૂત સ્થાન રહ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં હાજરી આપી, પાટીદાર સમાજને પણ આકર્ષવાનો પ્રયત્ન કરશે. ઉમિયાધામના […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમિયાધામનું ભૂમિપૂજન કર્યું, શું છે વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનની ખાસિયતો ?

Follow us on

જામનગરથી અમદાવાદ આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રમોદી વિશ્વ ઉમિયાધામના ભૂમિપૂજનમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે. વિશ્વના ખૂણે ખૂણે રહેતા કડવા પાટીદાર સમાજ દ્રારા આ વિશ્વ ઉમિયાધામનું નિર્માણ 100 વિંઘા જમીનમાં થશે. ગુજરાતના રાજકારણમાં કડવા પાટીદાર સમાજનું એક મજબૂત સ્થાન રહ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં હાજરી આપી, પાટીદાર સમાજને પણ આકર્ષવાનો પ્રયત્ન કરશે.

ઉમિયાધામના ખાતમૂહર્તની મહાપૂજામાં 11 હજાર પાટલા હશે. તો ઉમિયાધામમાં ઉમિયા માતાની મૂર્તિ 40 ફૂટની હશે. જો સુરક્ષા વ્યવસ્થાની વાત કરીએ તો, 1 એડિશનલ ડિજી, 1 આઈજી, 12 એસપી, 40 ડીવાયએસપી, 125 પીઆઇ, 450 પીએસઆઇ, 3500 પો.કો. અને હે.કો. રહેશે તહેનાત રહેશે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

શું છે ખાસ વિશેષતાઓ ?

3.75 કિમી સ્ક્વેર એરિયામાં સમગ્ર કાર્યક્રમ થશે
625 વિંઘામાં ઉમિયાનગરનું નિર્માણ થશે
5 લાખથી વધુ પાટીદારો અને અન્ય સમાજના લોકો ભાગ લેશે
20 હજાર સ્વયંસેવકો ખડેપગે કાર્યક્રમમાં સેવા આપશે
5 હજાર માતાઓ 5 લાખ લોકોને પ્રસાદી ભોજન કરાવશે
4 લાખથી વધુ લોકોને આમંત્રણ પત્રિકા દ્વારા આમંત્રણ પાઠવ્યું છે
3.75 કિમી સ્ક્વેર વિસ્તારમાં સમગ્ર કાર્યક્રમ યોજાશે
400 વિંઘામાં 75000 કાર અને બસોનું પાર્કિંગ
2 હજાર બાળકો માતાજીની આરતી પર સાંસ્કૃતિ પર્ફોમન્સ કરશે
11 હજાર પાટલા પર બેસી 22 હજાર લોકો ભૂમિપૂજન કરશે અને વિશ્વ રેકોર્ડ સ્થપાશે.
જે પછીના 6 મહિનામાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના આગેવાનો વિદેશની ધરતી પર જઈને જનજાગૃતિ કાર્યક્રમ કરશે

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 10:38 am, Mon, 4 March 19

Next Article