PATAN : નગરપાલિકાની ફાયર વિભાગની શારીરિક ક્ષમતા કસોટીમાં ડમી ઉમેદવાર ઝડપાયો

|

Oct 04, 2021 | 7:29 PM

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ગ્રાઉન્ડ ખાતે ફાયર સ્ટાફની શારીરિક ક્ષમતા કસોટી ચાલી રહી હતી. પાટણ નગરપાલિકા માટે 200થી વધુ ઉમેદવારો શારિરીક ક્ષમતા કસોટી આપી રહ્યા છે.

PATAN : ફાયર વિભાગની ભરતીમાં ડમી ઉમેદવાર ઝડપાયો છે. પાટણ નગરપાલિકાની ફાયર વિભાગની શારીરિક ક્ષમતાની પરીક્ષા દરમિયાન ડમી ઉમેદવાર ઝડપાયો છે. વડોદરા ઝોનની 12 નગરપાલિકા માટે ફાયર વિભાગની શારિરીક ક્ષમતા કસોટી યોજાઇ હતી.શારીરિક ક્ષમતાની પરીક્ષા આપવા આવેલો ઉમેદવાર અગાઉ નાપાસ થયો હતો. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ગ્રાઉન્ડ ખાતે ફાયર સ્ટાફની શારીરિક ક્ષમતા કસોટી ચાલી રહી હતી. પાટણ નગરપાલિકા માટે 200થી વધુ ઉમેદવારો શારિરીક ક્ષમતા કસોટી આપી રહ્યા છે.

શારીરિક શિક્ષણ નિયામકની કચેરી ગાંધીનગર અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા યુનિવર્સિટીના સ્પોર્ટ્સ સંકુલ ખાતે છેલ્લા 4 દિવસથી આ શારીરિક ક્ષમતા કસોટી ચાલી રહી છે. જેમાં આજે 4 ઓક્ટોબરે એક ઉમેદવાર આજે ડમી પકડાયો હતો. મૂળ ઉમેદવાર અને ડમી આ બંને ઉમેદવારના પરિણામ અને ઉમેદવારી રદ્દ કરવાની કાર્યવાહી કરી હતી પરીક્ષા કમિટીએ વધુ કાર્યવાહી માટે પ્રાદેશિક કચેરી ગાંધીનગર અનેપાલિકાને અહેવાલ મોકલી જાણ કરી હતી.

આ પણ વાંચો : જુનાગઢમાં કમિશ્નર ઓફીસ બહાર ગાર્ડ અને અરજદાર વચ્ચે ઘર્ષણ થયું, અરજદારે ગાર્ડની રિવોલ્વર ઝુંટવાની કોશિશ કરી

આ પણ વાંચો : જામનગરમાં બનશે 2 રેલ્વે ઓવરબ્રીજ અને 1 રેલ્વે અંડરબ્રીજ, મુખ્યપ્રધાને મહાનગરપાલિકાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી

 

Next Video