NARMADA : સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં 19 સેમીનો વધારો, રૂલ લેવલથી માત્ર 86 સે.મી દૂર

|

Sep 17, 2021 | 4:21 PM

Sardar Sarovar Narmada Dam : વરસાદના પગલે છેલ્લા 24 કલાકમાં 19 સે.મી.નો વધારો નોંધાયો છે. ઉપરવાસમાંથી 22,797 ક્યુસેક પાણીની આવક થતા સપાટીમાં ખુબ વધારો થયો છે.

NARMADA : ગુજરાતના જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની (Sardar Sarovar Narmada Dam) સપાટીમાં વધારો થયો છે. વરસાદના પગલે છેલ્લા 24 કલાકમાં 19 સે.મી.નો વધારો નોંધાયો છે. ઉપરવાસમાંથી 22,797 ક્યુસેક પાણીની આવક થતા સપાટીમાં ખુબ વધારો થયો છે. હાલ નર્મદા ડેમની સપાટી 121.06 મીટરે પહોંચી છે. સાવચેતીરૂપે ડેમના પાવર હાઉસના તમામ યુનિટ બંધ કરવામાં આવ્યાં છે. નર્મદા ડેમમાં હાલ 5110.04 MCM લાઈવ સ્ટોરેજ છે. નર્મદા ડેમ રુલ લેવલ 121.92 મીટર છે. જયારે હવે ડેમની જળસપાટી રુલ લેવલ થી માત્ર 86 સે.મી દૂર છે. હાલની વાત કરીએ તો હાલ નર્મદા ડેમ 60 ટકા ભરાયો છે.

આ પહેલા પણ નર્મદા ડેમની (Narmada Dam) સપાટીમાં તારીખ 14 સપ્ટેમ્બરે છેલ્લા 24 કલાકમાં 22 સેમીનો વધારો થયો હતો. ઉપરવાસમાંથી 23,000 ક્યુસેક પાણીની આવક થતા 14 સપ્ટેમ્બરે નર્મદા ડેમની જળ સપાટી 120.45 મીટર પર પહોચી હતી.

ગુજરાતમાં અનેક વિસ્તારોમાં સારા વરસાદના કારણે ઘણા ડેમ છલકાયા છે. પાણી આવતા અનેક ડેમમાં પાણી પણ આવ્યા છે. એક સાથે ઘણા વરસાદના કારને ઘણી જગ્યાએ પાણી ભરાયા છે. પરંતુ ડેમમાં પાણી આવવ એ સારા સમાચાર છે.  નર્મદા ડેમની વાત કરીએ તો કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ ઓછો પડવાથી આ વર્ષે નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટર સુધી પહોંચશે કે નહીં તે ચિંતાનો વિષય છે.

 

આ પણ વાંચો: Gujarat : 21 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, હજુ પણ 20 ટકા વરસાદની ઘટ

આ પણ વાંચો: PMના જન્મદિવસની ઠેર-ઠેર ઉજવણી, ઊંઝામાં 25 હજાર વૃક્ષનું વાવેતર કરાયું

Next Video