Anand: કોરોનાકાળમાં ભાજપના નેતાએ નિયમોની કરી ઐસીતૈસી, ભત્રીજાના લગ્નમાં ડીજેના તાલ સાથે તલવારો લઈ યુવાનો ઝૂમ્યા

|

May 10, 2021 | 11:03 PM

રાજ્યમાં કોરોનાના કેસ એક તરફ સતત વધી રહ્યા છે. ત્યારે બીજી તરફ લોકો કોરોનાની ગાઈડલાઈનના ખુલેઆમ ધજાગરા ઉડાડી રહ્યા છે. આવો જ એક કિસ્સો આણંદના આંકલાવ તાલુકાના ચમારા ગામમાં સામે આવ્યો છે.

રાજ્યમાં કોરોનાના કેસ એક તરફ સતત વધી રહ્યા છે. ત્યારે બીજી તરફ લોકો કોરોનાની ગાઈડલાઈનના ખુલેઆમ ધજાગરા ઉડાડી રહ્યા છે. આવો જ એક કિસ્સો આણંદના આંકલાવ તાલુકાના ચમારા ગામમાં સામે આવ્યો છે. એક લગ્નના વરઘોડાનો વીડિયો વાયરલ થયો છે. ચમારા ગામના સરપંચ અને ભાજપના અગ્રણી રાજુ પઢીયારના ભત્રીજાના લગ્ન હતા.

 

 

લગ્નમાં ડીજેના તાલ સાથે તલવારો લઈ યૂવાનો ઝૂમતા નજરે આવ્યા. કોરોનાકાળમાં ભાજપના નેતાએ નિયમોની ઐસીતૈસી કરી છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કોઈ પણ વ્યક્તિને કોરોનાનો કોઈ ભય નથી અને કોઈએ માસ્ક નથી પહેર્યુ, સોશિયલ ડિસ્ટન્સના પણ લીરેલીરા ઉડાવ્યા છે અને ડીજેના તાલે નાચી રહ્યા છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે આ મામલે પોલીસ શું કાર્યવાહી કરે છે.

 

 

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 11,592 નવા કેસ

રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસોમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 10 મેના રોજ સતત ત્રીજા દિવસે પણ 12 હજારથી ઓછા કોરોનાના દૈનિક કેસો નોંધાયા છે, આ સાથે સતત ત્રીજા દિવસે 14 હજારથી વધુ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 117 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 6,92,004 થઇ છે અને મૃત્યુઆંક 8511 થયો છે.

 

રાજ્યમાં રસીકરણના કુલ 1,37,49,335 ડોઝ અપાયા

અત્યાર સુધીમાં કુલ 1,03,94,150 વ્યકિતઓનું પ્રથમ ડોઝનું અને 33,55,185 વ્યકિતઓના બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થયું. આમ કુલ 1,37,49,335 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે 18 થી 44 વર્ષ સુધીના 29,817 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું.

 

 

તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45 થી 60 વર્ષના કુલ 35,180 વ્યકિતઓનું પ્રથમ ડોઝ અને 1,32,466 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયુ. અત્યાર સુધીમાં રાજયમાં એક પણ વ્યકિતને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.

 

આ પણ વાંચો: PANCHMAHAL: મંત્રીજીની મુલાકાત બાદ કોવિડ કેર સેન્ટર ખાલી-ખમ્મ, વાયરલ વીડિયોમાં માત્ર દેખાવ કરવા માટે લાવવામાં આવ્યા હોવાના આક્ષેપ

Next Video