Mehsana: અધિકારીઓએ યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓના વાલીઓનો સંપર્ક કરી આશ્વાસન આપ્યું, લોકેશન ટ્રેસ કરી રેસ્ક્યૂ કરાશે

|

Mar 01, 2022 | 4:36 PM

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત આ બાબતે ફોલોઅપ થઈ રહ્યું છે તેની જાણકારી આપી હતી. યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓની હાલના લોકેશન ની માહિતી એકત્રિત કરવા સરકાર દ્વારા ઓનલાઈન ફોર્મ તૈયાર કરેલ છે .આ માહિતી થી લોકેશન ટ્રેસ કરી રેસ્ક્યૂ કરાશે તેવું જણાવ્યું હતું

Mehsana: અધિકારીઓએ યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓના વાલીઓનો સંપર્ક કરી આશ્વાસન આપ્યું, લોકેશન ટ્રેસ કરી રેસ્ક્યૂ કરાશે
યુક્રેનમાં ફસાયેલા મહેસાણા જિલ્લાના વિદ્યાર્થીઓના વાલીઓનો અધિકારીઓએ સંપર્ક કરી આશ્વાસન આપ્યું હતું

Follow us on

મહેસાણા જિલ્લા કલેક્ટર (Collector) ઉદિત અગ્રવાલના માર્ગદર્શન હેઠળ યુક્રેનમાં ફસાયેલા મહેસાણા જિલ્લાના વિદ્યાર્થીઓ (students) ના વાલીઓનો અધિકારીઓએ સંપર્ક કરી આશ્વાસન આપ્યું હતું અને તેમને પાછા લાવવા હરસંભવ પ્રયાસ કરાઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું.

રશિયા- યુક્રેન યુદ્ધ શરૂ થતાં મહેસાણા જિલ્લાના ઘણા વિદ્યાર્થીઓ યુક્રેન (Ukraine) માં ફસાયા છે. યુક્રેનમાં  ફસાયેલા જિલ્લાના વિદ્યાર્થીઓના વાલીઓ ખુબ જ ચિંતામાં છે અને તેમના સંતાનોને સલામત રીતે ભારત પાછા લાવવા માટે અધિકારીઓ અને પદાધિકારીઓને આજીજી કરી રહ્યાં છે ત્યારે આવા પરિવરજનોને મહેસાણાના  જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલના માર્ગદર્શન હેઠળ આશ્વાસન પુરૂ પડાયું હતું.

પ્રાંત અધિકારી અને નાયબ કલેકટર સહિત જિલ્લાના અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓના માતા-પિતાને મળીને ત્યાંની પરિસ્થિતિ તથા સરકાર દ્વારા કરવામાં આવતા પ્રયાસોથી વાકેફ કર્યા હતા. આ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત આ બાબતે ફોલોઅપ થઈ રહ્યું છે તેની જાણકારી આપી હતી. અઘિકારીઓ દ્વારા વાલીઓને સરકાર દ્વારા થઈ રહેલા પ્રયાસોથી અવગત કર્યા હતા.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

અત્રે ઉલ્લેખનીય છે કે, યુક્રેનમાં ફસાયેલા શિવમ કમલેશભાઈ નાયક, જાદવ મિત દેવાન, હેતુલ કિશનભાઈ પરીખ, મિમિત હિતેશકુમાર મોદી, ભૂમિકા મુનેશપુરી ગોસ્વામી, ધ્રુવી હિતેશકુમાર પટેલ, તીર્થ વિપુલકુમાર પટેલ, પાનેરી અશ્વિનકુમાર પટેલ , દિયા ચેતનકુમાર પટેલ સહિત યુક્રેન માં ફસાયેલાવિદ્યાર્થીઓના ઘરે જઈ અધિકારીઓએ રૂબરૂ મુલાકાત કરી આશ્વાસન આપ્યું હતુ. વધુમાં જિલ્લા કલેકટર ના માર્ગદર્શન હેઠળ યુક્રેન માં ફસાયેલા જિલ્લાના તમામ વિદ્યાર્થીઓ ના વાલીઓનો અધિકારીઓ દ્વારા સંપર્ક કરવામાં આવનાર છે.

યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓની હાલના લોકેશન ની માહિતી એકત્રિત કરવા સરકાર દ્વારા ઓનલાઈન ફોર્મ તૈયાર કરેલ છે. આ માહિતીથી લોકેશન ટ્રેસ કરી તેમને સરળતા રહે તે બાબતની માહિતી આપી ઓનલાઇન લીન્ક https://qfreeaccountssjc1.az1.qualtrics.com/jfe/form/SV_aXLe6wsnbeEExsq શેર કરવા જણાવાયું છે.

વડોદરામાં પણ કલેક્ટરે પરિવારજનોને આશ્વાસન આપ્યું હતું.

યુક્રેનમાં પ્રવર્તમાન યુદ્ધની સ્થિતિને કારણે ફસાઈ પડેલા વડોદરાના છાત્રોના પરિવારજનોની કલેકટરશ્રી અતુલ ગોરે આજે મુલાકાત લીધી હતી અને તેમની પાસેથી ત્યાં રહેલા છાત્રો અંગે જાત માહિતી મેળવી હતી. આજ રીતે અન્ય અધિકારીઓએ પણ યુદ્ધ ઉદ્વિગ્ન પરિવારોને તેમના ઘરે જઈને મળ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

આ પણ વાંચો- Ahmedabad: પ્રોપર્ટી ટેક્સ નહીં ભરનારા સામે AMCની કાર્યવાહી, જાણો કેટલી મિલકતો સીલ કરી

આ પણ વાંચો- Kutch: દિનદયાળ પોર્ટ પર ઓથોરિટી બોર્ડની બેઠક મળી, કામદારોના પ્રશ્ન અને જમીન સહિત વિકાસના વિવિધ 34 કામ પર નિર્ણય લેવાયા

Published On - 4:03 pm, Tue, 1 March 22

Next Article