MEHSANA : ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ.નીમાબહેન આચાર્ય (NIMABEN ACHARYA) આજે 1 ડીસેમ્બરના રોજ મહેસાણા જિલ્લામાં આવેલા પ્રખ્યાત શકિતપીઠ મા બહુચરના દર્શને સહપરિવાર પધાર્યા હતા.વિધાનસભાના અધ્યક્ષ ડૉ.નીમાબહેન આચાર્ય અને તેમના પતિ ભાવેશભાઈ આચાર્યએ રાજરાજેશ્વરી આદ્યશકિત મા બહુચરના મુખ્ય મંદિરમાં મા બહુચરની પૂજા-અર્ચના કરીને, આદ્યશકિતના આશીર્વાદ મેળવ્યા હતા. તેમણે વરખડીના ઝાડ નીચે બિરાજમાન મા બહુચરની પૂજા પણ કરી હતી.
ડૉ.નીમાબહેન આચાર્ય અને ભાવેશભાઈ આચાર્યએ મંદિરના પરિસરમાં આવેલા ગણપતિ મંદિર, નારસંગાવીર મંદિરના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.ડૉ.નીમાબહેન અને તેમના પરિવારને મુખ્ય પૂજારીએ, બાલા ત્રિપુરા સુંદરી એવી મા બહુચરના પ્રાગટય, પરચા અને વિશેષતાઓનું વર્ણન કર્યું હતું. તેમણે મા બહુચરના ભક્ત એવા વ્યંઢળોના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી હતી.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે 30 નવેમ્બરે ડૉ.નીમાબહેન આચાર્ય શામળાજીના પ્રવાસે હતા. તેઓ શામળાજીમાં સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ – ખેરંચા ખાતે પહોચ્યા હતા જ્યાં તેમણે મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું.
ડૉ.નીમાબહેન આચાર્યએ સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ-ખેરંચા ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અન્વયે સ્કૂલ દ્વારા મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત કેડેટ્સના શારીરિક અને વિજ્ઞાન પ્રદર્શની કાર્યક્રમમાં હાજરી આપી ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી નરેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. શામળાજી પ્રવાસ દરમિયાન ડૉ.નીમાબહેન આચાર્યએ ભગવાન કાળીયા ઠાકરના દર્શન કરી આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.
ડૉ.નીમાબહેન આચાર્ય અંજારના ધારાસભ્ય છે. ગઈકાલે 30 નવેમ્બરે તેમણે કચ્છ જિલ્લામાં વધારાના 1 મિલિયન એકર પાણી મુદ્દે ટેન્ડરિંગની કાર્યવાહી સહીત વિવિધ કાર્યો ઝડપથી થાય તે હેતુ નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી આયોજનબદ્ધ ઝડપથી કાર્યો કરવા સૂચન કર્યું હતું.
તો આ સાથે જ શ્રી મહારૂદ્રાણી જાગીરને યાત્રાધામ તરીકે વિકસાવવા બાબતે જરૂરી યોગ્ય કાર્યવાહી સત્વરે પુરી કરી, રૂદ્રાણી માતાને પવિત્ર યાત્રાધામ તરીકે વિકસાવવા આનુષાંગિક તમામ કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવા અર્થે અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.
આ પણ વાંચો : Vibrant Gujarat 2022 : વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 માટે આ મહિને જાપાન અને દક્ષિણ કોરિયામાં રોડશો યોજાશે
આ પણ વાંચો : માત્ર 14 દિવસમાં ચુકાદો : સાંતેજ દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીને જીવનના છેલ્લા શ્વાસ સુધીની કેદની સજા