Mehsana : રાજ્યના વિભાગીય નાયબ નિયામક ડૉ. સતીષ મકવાણાએ (Dr Satish Makwana) એરા સામુહિક આરોગ્ય કેન્દ્ર વિજાપુર ખાતે આયોજિત મેડિકલ કેમ્પની મુલાકાત લીધી હતી. આ મેડિકલ કેમ્પનો કુલ 359 લાભાર્થીઓ લાભ લીધો હતો. આ દરમિયાન ગાયનેકમાં 195, ઓર્થોપેડીકમાં 27 અને પીડિયાટ્રિકમાં 9 તેમજ અન્ય સેવાઓ પણ આપવામાં આવી હતી.
આ પણ વાંચો Mehsana: દોઢ ઇંચ વરસાદમાં જ કડી જળબંબાકાર, અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહનવ્યવહાર બંધ, જુઓ Video
ડૉ. સતીષ મકવાણાએ આ કેમ્પમાં યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતેથી હાજર રહેલ કાર્ડિયોલોજી ટીમ તથા ઓર્થોપેડીક સર્જનની મુલાકાત લઇ વિગતો મેળવી હતી. આ ઉપરાંત આ મુલાકાત દરમિયાન સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ચાલતી તમામ આરોગ્યલક્ષી સેવાઓ વિશે માહિતી મેળવી તેમજ તેમાં કઇ રીતે સુધારો લાવી શકાય તે માટે જરુરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.
આ ઉપરાંત આરોગ્ય કેન્દ્ર ખાતે નવીન અમલમાં મુકવામાં આવેલ સ્માર્ટ રેફરલ સિસ્ટમ, પેશન્ટ કેર ઇન હોસ્પિટલ અંતર્ગત તમામ દર્દીઓ માટે જરુરી સુવિધાઓ ઉપલબ્ધ છે કે કેમ તે સુનિશ્ચિત કર્યુ હતું. સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સરેરાશ માસિક 35થી 40 ડિલીવરી તથા સરેરાશ માસિક 5000 ની આસપાસ ઓપીડી રહે છે.
વધુમાં ફાર્માસીસ્ટ વિભાગ, લેબ વિભાગના કર્મચારીઓ દ્વારા નિભાવવામાં આવતા રજીસ્ટરો તેમજ કામગીરી અંગેની વિગતે માહિતી મેળવી જરુરી માર્ગદર્શન આપ્યું હતું. લેબર રૂમ, ઓટી રૂમની મુલાકાત લઇ સ્ટાફ નર્સને સુદ્દઢ કામગીરી માટે માહિતગાર કર્યા હતા. ત્યારબાદ ગાયનેક રૂમમાં ગાયનેકોલોજીસ્ટ સાથે ગાયનેક સેવાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત સામુહિક આરોગ્ય કેન્દ્રના અન્ય તમામ વિભાગોની મુલાકાત લીધી. જનરલ સર્જનની કામગીરી ચકાસતાં ફેબ્રુઆરી 2023માં 60 વર્ષના વૃધ્ધના જમણા પગના ભાગમાં ગાંઠનું ઓપરેશન તથા મે 2023માં 26 વર્ષીય મહિલાના સ્તનની ગાંઠના સફળતાપૂર્વક કરવામાં આવેલ ઓપરેશનની નોંધ લીધી હતી.
મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો