
ભાજપના પ્રથમ 182 ઉમેદવારોની યાદી જાહેર થયા પછી આજે મોડી સાંજ સુધીમાં ભાજપની બીજી યાદી જાહેર થઇ શકે છે. ત્યારે ગુજરાતની 25 બેઠકોના ઉમેદવારો માટે ચર્ચા શરૂ થઇ છે. હાલમાં ગુજરાતના ગાંધીનગર સીટ પર અમિત શાહના નામ પર મોહર લાગી ગઇ છે. હવે બીજી 25 સીટો માટે ઉમેદવારો માટે મહામંથન શરૂ થયું છે.
જેના માટે આજે ગુજરાતના દિગ્ગજ નેતાઓ દિલ્હીમાં આજે હાઇકમાન સાથે બેઠક કરશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ડે.સીએમ નીતિન પટેલ અને જીતુ વાઘાણી સહિતનાં નેતાઓ દિલ્હી લોકસભા ચૂંટણીનાં ઉમેદવારોની ફાઇનલ યાદી સાથે દિલ્હી પહોંચી ગયા છે.
આ પહેલાં ભાજપના ગુજરાત નેતાઓ અને સીએમ રૂપાણીએ દિલ્હી ખાતે અમિત શાહની મુલાકાત કરી ગાંધીનગર બેઠક માટે શુભેચ્છા પાઠવી હતી. ત્યાર બાદ નેતાઓ દિલ્હીમાં આજે પીએમ મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે લોકસભા ઉમેદવાર યાદી અંગે ચર્ચા વિચારણા કરી શકે છે. જે પછી ગુજરાતની બેઠકો પર ઉમેદવારોનાં નામો પર મહોર લાગી શકે છે.
આ પણ વાંચો : અમેઠીમાં ગત વખતે રાહુલ ગાંધીને માંડ માંડ જીત મળી હતી, શું આ વખતે સ્મૃતિ ઈરાની કરી શકશે કોંગ્રેસનો ગઢ ધ્વસ્ત ?
ગુજરાતમાં 23 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થવા જઇ રહ્યું છે ત્યારે ભાજપ 26 માંથી 26 બેઠકો પર રેકોર્ડ બ્રેક જીત મેળવવા માટે કમર કસી રહ્યું છે. જેના માટેનેતાઓની અંતિમ પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 5:24 am, Fri, 22 March 19