
ભાજપના આખરે ગુજરાતની બેઠકો માટેના 15 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં મોટેભાગના ઉમેદવારો રિપીટ કરવામાં આવ્યા છે. જેપી નડ્ડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી ભાજપાની પાંચમી યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતના 15, ગોવાના 2 ઉમેદવાર, મધ્યપ્રદેશના 15, ઝારખંડના 10, હિમાચલ પ્રદેશના 4 અને કર્ણાટકના – 2 ઉમેદવાર એમ કુલ 48 ઉમેદવારના નામ જાહેર કર્યા છે.
Bharatiya Janata Party (BJP) releases another list of candidates for the upcoming Lok Sabha elections. Candidates for the legislative assembly (3 each for Gujarat and Goa) bye-polls also announced.#LokSabhaElections2019 #TV9News pic.twitter.com/dbm0HoR6UC
— Tv9 Gujarati (@tv9gujarati) March 23, 2019
વિનોદ ચાવડા – કચ્છ
દિપ સિંહ રાઠોડ – સાબરકાંઠા
અમદાવાદ પશ્ચિમ – કિરીટ સોલંકી
સુરેન્દ્રનગર – મહેન્દ્ર મુંજપરા
રાજકોટ – મોહન કુંડારિયા
જામનગર – પૂનમબેન માડમ
અમરેલી – નારણભાઈ કછવાડીયા
ભાવનગર – ભારતીબેન શિયાળ
ખેડા – દેવસિંહ ચૌહાણ
દાહોદ – જસવંત સિંહ ભાભોર
વડોદરા – રંજનબેન ભટ્ટ
ભરુચ – મનસુખ ભાઈ વસાવા
બારડોલી – પ્રભુભાઈ વસાવા
નવસારી – સીઆર પાટિલ
વલસાડ – કેસી પટેલ
ભાજપાએ બે દિવસ પહેલા જ લોકસભા ચૂંટણી માટે પ્રથમ 184 ઉમેદવારના નામની જાહેરાત કરી હતી. જેમાં વારાણસીથી નરેન્દ્ર મોદી, ગાંધીનગરથી અમિત શાહ, લખનઉથી રાજનાથ સિંહ, નાગપુરથી નીતિન ગડકરી, અમેઠીથી સ્મૃતિ ઈરાની જ્યારે મથુરાથી હેમા માલિની સહિત 184 ઉમેદવારના નામની જાહેરાત કરી હતી.
તમને જણાવી દઈએ કે, આજે જ લોકસભા ચૂંટણી માટે બીજેપીએ બીજુ લીસ્ટ પણ જાહેર કર્યું હતું, જેમાં બીજેપીએ 11 ઉમેદવારના નામ જાહેર કર્યા હતા. પાર્ટીએ તેલંગણાના 6, ઉત્તરપ્રદેશના 3 અને કેરળ-પશ્ચિમ બંગાળમાં 1-1 ઉમેદવારના નામની જાહેરાત કરી હતી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]