30 વર્ષ પછી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બનશે ગાંધીનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર, ‘ગાંધીનગરના થયા શાહ’

આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે પોતાનું નામંકન દાખલ કરશે. જેના માટે પહેલીવાર શુક્રવારે રાત્રે નામ જાહેર થયા પછી અમદાવાદ પહોંચ્યા હતા. મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ, ભાજપના હોદ્દેદારો સહિત કાર્યકરોએ એરપોર્ટ ઉપર ગુલાબની પાંદડીઓ વરસાવીને સ્વાગત કર્યુ હતુ. LIVE Updates:  અમિત શાહ સાથે રાજનાથ સિંહ, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને અરૂણ […]

30 વર્ષ પછી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બનશે ગાંધીનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર, ગાંધીનગરના થયા શાહ
| Updated on: Mar 30, 2019 | 9:05 AM

આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે પોતાનું નામંકન દાખલ કરશે. જેના માટે પહેલીવાર શુક્રવારે રાત્રે નામ જાહેર થયા પછી અમદાવાદ પહોંચ્યા હતા. મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ, ભાજપના હોદ્દેદારો સહિત કાર્યકરોએ એરપોર્ટ ઉપર ગુલાબની પાંદડીઓ વરસાવીને સ્વાગત કર્યુ હતુ.

LIVE Updates: 

અમિત શાહ સાથે રાજનાથ સિંહ, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને અરૂણ જેટલી રહ્યા હાજર

ગાંધીનગર બેઠક પરથી અમિત શાહે ભર્યું નામાંકન

ગાંધીનગરમાં ભરવામાં આવશે નામાંકન

રોજ શો થયો અંત, ગાંધીનગર પહોંચશે તમામ નેતાઓ

મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાય

એનડીએના તમામ નેતા ભવ્ય રોડ શો શરૂઆત

અમિત શાહનો ભવ્ય રોડ શો પ્રારંભ

અડવાણીજીના વિરાસતને આગળ વધારવાનું કામ કરીશ

બૂથ કાર્યકર્તાથી લઈ આજે દુનિયાની સૌથી મોટાં પક્ષનો અધ્યક્ષ બન્યો છું

1982 માં એક બૂથ કાર્યકર્તા તરીકેે કાર્યની શરૂઆત કરી હતી.

અમિત શાહ : આજે મને 1982ના દિવસો યાદ આવી રહ્યા છે

અમિત શાહનું સંબોધન ભારત માતા કી જય સાથે શરૂ કર્યું

રાજનાથ સિંહએ કહ્યું, અમિત શાહ અડવાણીના ઉત્તરાધિકારી બનવા જઈ રહ્યા છે તે સારી વાત છે.

કેન્દ્રીય મંત્રી રામનાથ સિંહએ ગુજરાતની સરકારની પ્રશંસા કરી

રામવિલાસ પાસવાને અમિત શાહને શુભેચ્છા પાઠવી છે

રામવિલાસ પાસવાન :  ભાજપને લોકસભામાં અગાઉ કરતાં પણ વધુ બેઠક મળશે

ઉદ્ધવ ઠાકરે : શિવસેના અને ભાજપ વચ્ચે કોઈ જ મતભેદ નથી. અમારા હ્દય મળ્યા છે

શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરેએ વિરોધ પક્ષ પર કર્યો કટાક્ષ, તેઓ એકજૂથ થયા હતા અને અબતક-56 જેવી સ્થિતિ કરી છે.

નીતિન ગડકરીએ અમિત શાહને જીતની શુભેચ્છા પાઠવી

પહેલી વખત આટલી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યો હોય તેવી ઘટના બની છે.

રામ વિલાસ પાસવાન પહોંચ્યા સ્ટેજ પર

ઉદ્ધવ ઠાકરે પહોંચ્યા સ્ટેજ પર

નારાણપુરામાં સ્ટેજ એનડીએના નેતા અમિત શાહ સાથે પ્રકાશ સિંહ બાદલ હાજર

સીએમ રૂપાણી સહિત તમામ દિગ્ગજ નેતાઓએ સરદાર પટેલની પ્રતિમાની કરી પુષ્પાંજલિ

નારણપુરા પહોંચ્યા અમિત શાહ

શકિત પ્રદર્શન રૂપી રોડ શો પર નજર કરીએ તો સૌથી પહેલા જશે સરદાર પટેલ સ્ટેચ્યૂ ત્યાંથી હોટેલ ડી.આર.એચ, મહેતા સ્વીટ માર્ટ, નારણપુરા ક્રોસ રોડ, પ્રિન્સ ભાજીપાઉં, કામેશ્વર મંદિર, અંકુર ક્રોસ રોડ, જી.એસ.સી બેંક, શ્રીજી ડેરી, ટેલીફોન એક્સચેન્જ રોડ, સત્ય ટાવર 2, જગદીશ વાસણ ભંડાર, પ્રભાત ચોક, સમર્પણ ટાવર, સનટ્રેક ભાજીપાઉ અને છેલ્લે સરદાર ચોક પહોંચશે. જે બાદ ગાંધીનગર જવા રવાના થશે.

જ્યારે ભાજપ અધ્યક્ષ અમિત શાહ ઉમેદવારી પત્ર ભરશે ત્યારે ગાંધીનગર બેઠકનાં ઇતિહાસ ફ્લેશબેકમાં 28 વર્ષ પહેલા જશે. ત્યારે પહેલીવાર ભાજપનાં ત્યારનાં સૌથી પ્રભાવશાળી નેતા અને અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણીએ ગાંધીનગરથી ચૂંટણી જીતી હતી. તે સમયે અમિત શાહ જ તેમના ચૂંટણી પ્રભારી હતાં.

મેગા રોડ શો પહેલા જુઓ સરદાર ચોક પોલીસ છાવણીમાં ફેરવાઇ ગઇ છે.

અમિત શાહ માટે આજે એક ખાસ દિવસ છે ત્યારે તેઓ પોતાના પરિવાર સાથે ઘરની બહાર આવ્યાં હતાં. તેમની સાથે તેમની પત્ની, દીકરો, પૂત્રવધૂ અને પૌત્રી દેખાયા હતાં. અમિત શાહે તેમની લાડકી પૌત્રીને વ્હાલ પણ કર્યું હતું.

ગાંધીનગર બેઠક માટે અમિત શાહના ઉમેદવારી ફોર્મ ભરતીવેળાએ યોજાનારા રોડ- શોમાં તમામ ઉમેદવારોને બદલે માત્ર અમદાવાદ- ગાંધીનગરના ધારાસભ્યો અને લોકસભાના ઉમેદવારો, સાંસદો તેમાં જોડાશે.

આ પણ વાંચો : અમિત શાહના નામાંકન કાર્યક્રમમાં આજે ભાજપ-એનડીએ કરશે પોતાનું શક્તિ પ્રદર્શન, સમગ્ર દેશમાંથી વરિષ્ઠ નેતાઓ પહોંચ્યા અમદાવાદ

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:49 am, Sat, 30 March 19