KUTCH : ભુજ મહિલા કલ્યાણ કેન્દ્રમાંથી વધુ એક બાળકને અમેરિકન દંપત્તિએ દત્તક લીધું

|

Jul 22, 2021 | 6:45 AM

અમેરીકન દંપત્તિ ચેસ અને લુઇસ લાંબા સમયથી ભારતમાંથી બાળક દત્તક લેવાની પ્રક્રિયા કરી રહ્યાં હતા, આખરે તેમને બાળકનો જબ્જો મળ્યો હતો. દત્તક દેવાયેલુ બાળક 1 માસનુ હતુ ત્યારે ત્યજી દેવાયેલી હાલતમાં મળ્યુ હતુ.

KUTCH : ભુજ મહિલા કલ્યાણ કેન્દ્રમાંથી વધુ એક બાળકને અમેરિકન દંપત્તિએ દત્તક લીધું
KUTCH One more child was adopted by an American couple from a women's welfare center

Follow us on

KUTCH : અનાથ બાળકો માટેના આશ્રય સ્થાન એવા કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર પરથી અનેક બાળકોને દત્તક લઇ સારો ઉછેર મળ્યો છે, ત્યારે વધુ એક બાળકને અમેરીકન દંપત્તિ (an American couple)એ દત્તક ( ADOPTION) લીધુ છે. 20 જુલાઈના રોજ ભુજ મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે અઢી વર્ષની કાયદાકીય પ્રક્રિયા પછી બાળકનો કબ્જો અમેરીકન દંપત્તિને સોંપવામા આવ્યો હતો. અમેરીકન દંપત્તિ ચેસ અને લુઇસ લાંબા સમયથી ભારતમાંથી બાળક દત્તક લેવાની પ્રક્રિયા કરી રહ્યાં હતા, આખરે તેમને બાળકનો જબ્જો મળ્યો હતો. દત્તક દેવાયેલુ બાળક 1 માસનુ હતુ ત્યારે ત્યજી દેવાયેલી હાલતમાં મળ્યુ હતુ. અને ત્યારબાદ સંસ્થામાં તેનો 2 વર્ષથી ઉછેર થતો હતો. ચેસ અને લુઇસ હવે તેને દત્તક લઇ અમેરીકા લઇ જશે. સંસ્થાએ અનાથ બાળકને અમેરીકામાં ઉછેર થવાની ધટના અંગે ખુશી વ્યક્ત કરી હતી.

Next Article