બનાસકાંઠા, ખેડા અને ભાવનગરના ખેડૂતોને મળશે ઓપરેશન ગ્રીન સ્કીમનો લાભ, કેન્દ્ર સરકારે આપી મંજૂરી

|

Aug 27, 2021 | 7:26 PM

Operation Green Scheme : કેન્દ્ર સરકારની ઓપરેશન ગ્રીન સ્કીમ અંતર્ગત હવે બટાકા, ટામેટા અને ડુંગળીમાં ઓછા ભાવ હશે ત્યારે ખેડૂતો અને વેપારીઓને સબસીડી મળી શકશે.

બનાસકાંઠા, ખેડા અને ભાવનગરના ખેડૂતોને મળશે ઓપરેશન ગ્રીન સ્કીમનો લાભ, કેન્દ્ર સરકારે આપી મંજૂરી
Banaskantha, Kheda and Bhavnagar farmers to get benefit of Operation Green scheme

Follow us on

BANASKANTHA : રાજ્યમાં બટાકા, ડુંગળી અને ટામેટા પકવતા ખેડૂતો અને વેપારીઓ માટે આનંદના સમાચાર છે.કેન્દ્ર સરકારની ઓપરેશન ગ્રીન સ્કીમ (Operation Green Scheme)અંતર્ગત હવે બટાકા, ટામેટા અને ડુંગળીમાં ઓછા ભાવ હશે ત્યારે ખેડૂતો અને વેપારીઓને સબસીડી મળી શકશે. છેલ્લા કેટલાય વર્ષોથી આ લાભ ગુજરાતના ખેડૂતોને મળતો ન હતો. જે મામલે રાજ્યસભાના સાંસદ દિનેશ અનાવડિયાની રજૂઆત બાદ ગુજરાતના ખેડા ભાવનગર અને બનાસકાંઠા જિલ્લાનો ઓપરેશન ગ્રીન સ્કીમ અંતર્ગત સમાવેશ થતા મંદીમાં ખેડૂતોને અને વેપારીઓને રાહત મળશે.

બનાસકાંઠા, ખેડા અને ભાવનગરના ખેડૂતોને મળશે લાભ
બનાસકાંઠા જિલ્લો બટાકા પકવવામાં અગ્રેસર છે. જ્યારે ખેડા ટામેટા જ્યારે ભાવનગર ડુંગળી ઉત્પાદનમાં અગ્રેસર છે. દર વર્ષે આ પાકના ઓછા ભાવ ખેડૂતોને વેપારીઓ માટે સૌથી મોટી સમસ્યા બને છે. છેલ્લા કેટલાય વર્ષોથી બટાકા ડુંગળી અને ટામેટાના ભાવ ગગડતા વેપારીઓ સહાય માટે વારંવાર અપેક્ષા કરતા હોય છે. પરંતુ કેન્દ્ર સરકારની ઓપરેશન ગ્રીન સ્કીમ (Operation Green Scheme) 2017 વર્ષથી કાર્યરત હોવા છતાં ગુજરાતના ખેડૂતોને તેનો લાભ મળતો ન હતો.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

આ મામલે રાજ્યસભાના સાંસદ અને ખેડૂત પુત્ર દિનેશભાઈ અનાવાડિયાએ દેશના કૃષિ મંત્રીને રજૂઆત કરી હતી. ગુજરાતના બટાકા ટામેટા અને ડુંગળી પકવતા ખેડૂતોને પણ આ સ્કીમનો લાભ મળે તે માટે રજૂઆત કરી હતી. જે રજૂઆતને ધ્યાને લઇ કેન્દ્ર સરકારે ગુજરાતના બનાસકાંઠા ખેડા અને ભાવનગર જિલ્લાને આ સ્કીમ અંતર્ગત સમાવેશ કર્યો છે. જેથી આગામી સમયમાં જ્યારે આ ત્રણેય પાકોના ભાવ નીચે જશે તો ખેડૂતો અને વેપારીઓને પ્રતિ 50 કિલોએ 50 રૂપિયા જેટલી સબસીડી મળવાપાત્ર થશે.

ઓપરેશન ગ્રીન સ્કીમનો લાભ મળતાં ખેડૂતોને રાહત મળશે : દિનેશભાઇ અનાવાડિયા
આ અંગે રાજ્યસભાના સાંસદ દિનેશભાઇ અનાવાડિયાએ જણાવ્યું હતું કે ઓપરેશન ગ્રીન સ્કીમ છેલ્લા કેટલાય સમયથી દેશના અન્ય રાજ્યોમાં લાગુ હતી. જેનો લાભ અન્ય રાજ્યના ખેડૂતોને મળતો હતો. ગુજરાતના ખેડૂતોની વાત કરવામાં આવે તો બટાકા, ડુંગળી અને ટામેટા પકવતા ખેડૂતો દર વર્ષે મંદીનો માર ઝીલી રહ્યા છે. ગુજરાતમાં આ સ્કીમ લાગુ પડતા બનાસકાંઠા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનના પ્રમુખ દ્વારા રાજ્યસભા સાંસદ દિનેશભાઈ અનાવાડિયાનો આભાર માનવામાં આવ્યો હતો. જ્યારે પણ બટાકા ટામેટા કે ડુંગળીના ભાવ ગત વર્ષની સરખામણીએ 50 ટકા જેટલા ઓછા થશે ત્યારે ઓપરેશન ગ્રીન સ્કીમનો લાભ ખેડૂતો મેળવી શકશે. જે માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેથી સરકારની સ્કીમનો લાભ સીધો ખેડૂતોના ખાતામાં જમા થશે.

ખેડૂતો માટે આ સ્કીમ મંદીના માહોલ વચ્ચે રાહત આપશે
ખેડૂતો અને વેપારીઓની લાગણી કેન્દ્ર સરકાર સુધી પોહચાડી ખેડૂતોને ઓપરેશન ગ્રીન સ્કીમ (Operation Green Scheme) નો લાભ અપાવવા બદલ બનાસકાંઠા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન સાંસદ દિનેશભાઇ અનાવાડિયાનો આભાર માનીએ છીએ. બનાસકાંઠામાં ગગડતા બટાકાના ભાવ ખેડૂતો દર વર્ષે મંદીનો માર ઝેલે છે. ગત વર્ષ કરતાં ઓછા ભાવના કારણે ખેડૂતોની દયનીય સ્થિતિ બને છે. જે વચ્ચે હવે જ્યારે ઓપરેશન ગ્રીન સ્કીમનો લાભ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાને મળતો થયો છે ત્યારે આ સ્કીમ થકી ખેડૂતોને થતા નુકસાન સમયે આંશિક રાહત મળશે.

Next Article