Valsad: મધુબન ડેમ ભયજનક સપાટી પર, દમણગંગા નદીમાં પૂર જેવી પરિસ્થિતિના બિહામણા દ્રશ્યો

|

Sep 22, 2021 | 7:01 PM

વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ ચાલુ છે. તેમજ ઉપરવાસમાં ભારે વરસાદની અસર મધુબન ડેમમાં પણ જોવા મળી રહી છે. ડેમનું પાણી છોડાતા દમણગંગા નદીમાં પૂર જેવી સ્થિતિ ઉભી થાઈ છે.

વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ  વરસી રહ્યો છે. ત્યારે કપરાડામાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો. વરસાદના કારણે ભારે નીર વહેતા જોવા મળ્યા છે. કપરાડામાં ભારે વરસાદથી નદી-નાળાઓ છલકાયાના પણ દ્રશ્યો સામે આવ્યા છે. એટલું જ નહીં પાણી વધતા કેટલીક જગ્યાએ કોઝવે પાણીમાં થયા ગરકાવ થયા છે.

ત્યારે બીજી તરફ વલસાડ જિલ્લાનો મધુબન ડેમ પણ ભયજનક સપાટી પર પહોંચ્યો છે. ડેમના ઉપરવાસમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. આથી ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. ડેમમાં પાણીની સપાટી વોર્નિંગ લેવલ નજીક પહોંચતા મધુબન ડેમમાંથી 1,.90 લાખ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. આ કારણે ડેમના 10 દરવાજા ૨ મીટર ખોલીને પાણી છોડવામાં આવ્યું છે.

આ પાણી છોડતા આવતાં દમણગંગા નદીમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે. જેને પગલ્ર સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણની સાથે વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર પણ એલર્ટ પર છે. તેમજ સલામતીના ભાગરૂપે દમણ ગંગા નદી કિનારાના ગામના લોકોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ લોકોને નદી કિનારાથી દૂર રહેવા માટે સૂચન કરાયું છે. દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કેવી ભયજનક સ્થિતિ વલસાડમાં જોવા મળી રહી છે.

આ પણ વાંચો: Ahmedabad : 12થી 18 વર્ષના ઉંમરવાળાને પણ અપાશે રસી, ટુંક સમયમાં બાળકો માટે રસી થશે લોન્ચ

આ પણ વાંચો: GPSC: ’12-12 એ ઘણા લગ્ન છે, પરીક્ષા પાછળ લેવા વિનંતી’, યુઝરની આ વાતનો દિનેશ દાસાએ આપ્યો જોરદાર જવાબ

Next Video