GUJARAT : મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ સહીતના જિલ્લામાં વરસાદ

|

Jul 26, 2021 | 9:43 AM

Rainfall in Central Gujarat : વરસાદને કારણે પંચમહાલના પાવાગઢમાં નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા.ભારે વરસાદને પગલે છોટાઉદેપુર, પંચમહાલ, નસવાડી, દાહોદ, શિનોરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

GUJARAT: મધ્ય ગુજરાત (Central Gujarat)માં મેઘરાજા મનમૂકીને વરસ્યા.છોટાઉદેપુર અને પંચમહાલ પંથકમાં મુશળધાર વરસાદ વરસ્યો.ભારે વરસાદને પગલે શહેરી વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા.જ્યાં ગ્રામ્ય પંથકમાં ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું.પંચમહાલના પાવાગઢમાં નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા.ભારે વરસાદને પગલે છોટાઉદેપુર, પંચમહાલ, નસવાડી, દાહોદ, શિનોરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા..આતરફ મધ્ય ગુજરાતની છેડે આવેલા અમદાવાદમાં પણ દિવસભર વરસાદી માહોલ છવાયેલો રહ્યો.

ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે તો મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, નર્મદા, નવસારી, તાપી, સુરત, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીમાં સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ અને દિવનો પણ સમાવેશ થાય છે.

Next Video