Breaking News: ઉત્તરાખંડની અલકનંદા નદીમાં ખાબકેલી બસમાં ગુજરાતીઓ પણ હતા સવાર, સુરતનો હતો એક પરિવાર

બસ નિયંત્રણ બહાર જઈને નદીમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં એક મુસાફરનું મોત નીપજ્યું હતું. ઘણા મુસાફરો ગુમ થયા હોવાના અહેવાલ છે. હવે એહવાલો સામે આવી રહ્યા છે આ બસમાં 7 ગુજરાત સુરતના લોકો પણ સવાર હતા.

Breaking News: ઉત્તરાખંડની અલકનંદા નદીમાં ખાબકેલી બસમાં ગુજરાતીઓ પણ હતા સવાર, સુરતનો હતો એક પરિવાર
uttarakhand
| Updated on: Jun 26, 2025 | 2:38 PM

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ઋષિકેશ બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પાસે એક મોટો અકસ્માત થયો. અહીં મુસાફરોથી ભરેલી બસ અલકનંદા નદીમાં પડી ગઈ. બસમાં 19 મુસાફરો હતા. આ ઘટના પરઘોલતીર નજીક બની હતી, જ્યાં એક મીની બસ ટ્રક સાથે અથડાઈ હતી અને બસ નિયંત્રણ બહાર જઈને નદીમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં એક મુસાફરનું મોત નીપજ્યું હતું. ઘણા મુસાફરો ગુમ થયા હોવાના અહેવાલ છે. હવે એહવાલો સામે આવી રહ્યા છે આ બસમાં 7 ગુજરાત સુરતના લોકો પણ સવાર હતા.

 ગુજરાતી પરિવારના 7 લોકો બસમાં હતા સવાર

મળતી માહિતી મુજબ ઉત્તરાખંડમાં બસ ખાબકી તેમાં સુરતનું સોની પરિવાર તેમા સવાર હોવાનું સામે આવ્યું છે. સોની પરિવારને રુદ્રપ્રયાગ અકસ્માત નડ્યો હતો. મળતી માહિતી મુજબ ટ્રાવેલર બસને પાછળથી ટ્રેલરે ટક્કર મારતા આખી બસ અલકનંદા નદીમાં ખાબકી ગઈ હતી. સુરતના સિલિકોન પેલેસમાં રહેતા સોની પરિવારના સાત જેટલા લોકો બસ માં સવાર હતા, બસની અંદર સાત પરિવારજનો સહિત અન્ય 20 લોકો બેઠા હતા. જેમાંંથી સોની પરિવારની 17 વર્ષીય એક યુવતી નું મોત થયું હોવાનું સામે આવ્યું છે.  તેમજ અન્યોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

બસ રુદ્રપ્રયાગથી બદ્રીનાથ જઈ રહી હતી

બચાવ ટીમે કેટલાક લોકોને બચાવ્યા છે અને તેમને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આમાંથી ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મુસાફરો કેદારનાથથી મુસાફરી કર્યા પછી રાત્રે રુદ્રપ્રયાગમાં રોકાયા હતા અને ગુરુવારે એટલે કે આજે સવારે બદ્રીનાથ જવા રવાના થયા હતા. પરંતુ ગોચર નજીક અચાનક બસ એક ટ્રક સાથે અથડાઈ ગઈ અને બસ નદીમાં પડી ગઈ.

ડ્રાઈવરે અકસ્માત વિશે શું કહ્યું?

સીએમએસ તરફથી મળેલી માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 8 થી 9 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમની સારવાર ચાલી રહી છે. ડ્રાઈવરે કહ્યું કે અમે કેદારનાથથી બદ્રીનાથ જઈ રહ્યા હતા. પછી ટ્રકે અમારી બસને ટક્કર મારી અને ટ્રક ડ્રાઈવર ઘટનાસ્થળેથી ભાગી ગયો. ટક્કર બાદ બસ નિયંત્રણ બહાર થઈ ગઈ અને નદીમાં પડી ગઈ.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 2:10 pm, Thu, 26 June 25