
Gujarat Corona Update : રાજ્યમાં આજે 11 એપ્રિલે કોરોના ઓલટાઈમ હાઈ રહ્યો છે. રાજ્યમાં 27 એપ્રિલથી કોરોનાના નવા કેસો અને સાથે એક્ટીવ કેસોમાં ઉત્તરોત્તર વધારો થતો જઈ રહ્યો છે. 5 એપ્રિલે 3160 નવા કેસ સામે આવ્યાં બાદ 6 એપ્રિલે 3280, 7 એપ્રિલે 3575 કેસ આવ્યાં બાદ 8 એપ્રિલે 4021 કેસ, 9 એપ્રિલે 4541 કેસ, 10 એપ્રિલે 5011 આવ્યા બાદ આજે 11 એપ્રિલે તમામ રેકોર્ડ સાથે નવા કેસ, એક્ટીવ કેસ અને મૃત્યુ નોંધાયા છે.
5469 કેસ, 54 દર્દીઓના મૃત્યુ
રાજ્યમાં આજે 11 અપ્રિલે છેલ્લા 24 કલાકમાં Coronaના નવા 5469 કેસ નોંધાયા છે, જયારે આ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 54 દર્દીઓના મૃત્યુ થયા છે, જેમાં અમદાવાદમાં સૌથી વધુ 20( 1 મૃત્યુ જિલ્લામાં), સુરતમાં 18 (2 મૃત્યુ જિલ્લામાં) વડોદરામાં 7,રાજકોટમાં 5, બનાસકાંઠામાં 2, ગાંધીનગર અને જામનગરમાં એક-એક દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાનો કુલ મૃત્યુઆંક 4,800 થયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 3,47,495 થઇ છે.
અમદાવાદમાં 1504 અને સુરતમાં 1087 કેસ
રાજ્યમાં આજે 11 એપ્રિલે મહાનગરો નોધાયેલા Coronaના નવા કેસોમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં મહાનગરોમાં નોંધાયેલા નવા કેસો જોઈએ તો અમદવાદમાં સૌથી વધુ 1504, સુરતમાં 1087, રાજકોટમાં 405, સુરત જિલ્લામાં 361, વડોદરામાં 277, જામનગરમાં 189, ભાવનગરમાં 68, ગાંધીનગરમાં 45 અને જુનાગઢમાં 42 નવા કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસ સામે આવવનો ક્રમ યથાવત રહ્યો છે.
એક્ટીવ કેસ વધીને 27568 થયા
રાજ્યમાં Coronaના નવા કેસો વધવાની સાથે એક્ટીવ કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. 10 એપ્રિલે રાજ્યમાં કોરોનાના 25,129 એક્ટીવ કેસ હતા, જે આજે 11 એપ્રિલે વધીને 27568 થયા છે.જેમાં 203 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 23,365 લોકોની સારવાર ચાલી રહી છે.
2525 દર્દીઓ સાજા થયા
રાજ્યમાં આજે 11 અપ્રિલના દિવસે છેલ્લા 24 કલાકમાં 2976 દર્દીઓ કોરોનાથી મુક્ત થઈને સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 3,15,127 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ ઘટીને 90.69 ટકા થયો છે.
આજે 2,20,994 લોકોને કોરોનાની રસી અપાઈ
રાજ્યમાં કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત આજે 11 અપ્રિલના દિવસે કુલ 2,20,994 લોકોને રસી અપાઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 80,55,986 વ્યકિતઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 10,67,733 વ્યકિતઓને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં 45થી વધુ વર્ષના તમામ લોકોને રસી આપવાનો આજે 11મો દિવસ હતો અને કેન્દ્ર સરકારના રસીકરણના ‘ટીકા ઉત્સવ’નો આજે પ્રથમ દિવસ હતો. રાજ્યમાં આજે 45 થી 60 વર્ષના કુલ 1,78,151 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 34,452 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 91,23,719 લોકોને કોરોનાની રસી અપાઈ છે.(Gujarat Corona Update)