Gujarat Corona Update : ગુજરાતમાં 8 લાખ લોકોએ કોરોનાને હરાવ્યો, રીકવરી રેટ વધીને 97.53 ટકા થયો

|

Jun 13, 2021 | 8:15 PM

Gujarat Corona Update : રાજ્યમાં આજે 13 જૂને 1063 અને અત્યાર સુધીમાં કુલ 8 લાખથી વધુ 8,00,075 લોકો કોરોનાથી મુક્ત થી સ્વસ્થ થયા છે.

Gujarat Corona Update : ગુજરાતમાં 8 લાખ લોકોએ કોરોનાને હરાવ્યો, રીકવરી રેટ વધીને 97.53 ટકા થયો
ગુજરાતમાં 8 લાખ લોકોએ કોરોનાને હરાવ્યો

Follow us on

Gujarat Corona Update : કોરોના મહામારી વિરૂદ્ધ લડાઈમાં ગુજરાતે બે કરોડ ડોઝના રસીકરણ સાથે બીજી એક સિદ્ધી હાંસલ કરી છે. રાજ્યમાં આજે 13 જૂને 1063 અને અત્યાર સુધીમાં કુલ 8 લાખથી વધુ 8,00,075 લોકો કોરોનાથી મુક્ત થઇ  સ્વસ્થ થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખથી વધુ લોકો કોરોનાને હરાવી ચુક્યા છે.

રાજ્યમાં 8 લાખ દર્દીઓ સાજા થયા
રાજ્યમાં આજે 13 જૂનના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 1063 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,00,075 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 97.53 ટકા જેટલો થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 10,254 થયા છે, જેમાં 253 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 9996 દર્દીઓની સ્થિતિ સ્થિર છે.(Gujarat Corona Update)

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

455 નવા કેસ, 6 મૃત્યુ
રાજ્યમાં આજે 13 જૂનના રોજ કોરોનાના નવા 455 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 6 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,20,321 થઇ છે અને મૃત્યુઆંક 9997 થયો છે.

આજે રાજ્યના મહાનગરોમાં કોવીડ દર્દીઓના મૃત્યુના આંકડા જોઈએ તો અમદાવાદ શહેરમાં 2, સુરત શહેરમાં 1, વડોદરા શહેરમાં 1, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 1, અને સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના કારણે 1 દર્દીનું મૃત્યુ થયું છે.

સુરતમાં 71, અમદાવાદમાં 54 નવા કેસ
રાજ્યમાં આજે 13 જૂનના રોજ સુરત શહેરમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો સુરતમાં 71, અમદાવાદમાં 54, વડોદરામાં 41, રાજકોટમાં 22, જુનાગઢમાં 15, જામનગરમાં 9, ગાંધીનગરમાં 4 કેસ નોધાયા છે, જયારે ભાવનગર કોરોનાનો એક પણ નવો કેસ નોધાયો નથી. (Gujarat Corona Update)

આજે 2,34,501 લાખ લોકોનું રસીકરણ થયું
રાજ્યના રસીકરણ અભિયાનમાં આજે 13 જૂનના રોજ રસીકરણ અભિયાનમાં 2,34,501 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં આજના દિવસે થયેલા રસીકરણની વિગત જોઈએ તો

1) 993 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ,
2) 1361 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ,
3) 45 થી વધુ ઉમરના 31,685 લોકોને પ્રથમ ડોઝ,
4) 45 થી વધુ ઉમરના 16,506 લોકોને બીજો ડોઝ,
5) 18-45 વર્ષ સુધીના 1,73,344 લોકોને પ્રથમ ડોઝ,
6) 18-45 વર્ષ સુધીના 10,612 લોકોના બીજા ડોઝનું રસીકરણ થયું છે. (Gujarat Corona Update)

Published On - 8:00 pm, Sun, 13 June 21

Next Article