Gujarat Corona Update : રાજ્યમાં 13,050 નવા કેસ, 131 મૃત્યુ, 12,121 દર્દીઓને ડીસ્ચાર્જ કરાયા

|

May 04, 2021 | 9:18 PM

Gujarat Corona Update : રાજ્યમાં 2 દિવસ બાદ 4 મે ના રોજ ફરી 13 હજારથી વધુ નવા કોરોનાના કેસો નોંધાયા છે.

Gujarat Corona Update : રાજ્યમાં 2 દિવસ 13 હજારની નીચે કોરોનાના કેસો નોંધાયા બાદ આજે 4 મે ના રોજ ફરી 13 હજારથી વધુ કોરોનાના નવા કેસો નોધાયા છે અને સાથે 12 હજારથી વધુ કોરોના દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે.

13,052 નવા કેસ, 131 મૃત્યુ
રાજ્યમાં આજે 4 મે ના રોજ કોરોનાના નવા 13,052 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 131 કોરોના દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 6,20,472 થઇ છે અને મૃત્યુઆંક 7,779 થયો છે. આજે રાજ્યના મહાનગરોમાં કોવીડ દર્દીઓના મૃત્યુના આંકડા જોઈએ તો

અમદાવાદ : શહેરમાં 22, જિલ્લામાં 1 મૃત્યુ
સુરત : શહેરમાં 8, જિલ્લામાં 2 મૃત્યુ
વડોદરા : શહેરમાં 8, જિલ્લામાં 5 મૃત્યુ
રાજકોટ : શહેરમાં 9, જિલ્લામાં 5 મૃત્યુ
જામનગર : શહેરમાં 9, જિલ્લામાં 5 મૃત્યુ
ભાવનગર : શહેરમાં 5, જિલ્લામાં 5 મૃત્યુ

અમદાવાદમાં 4693 કેસ, સુરતમાં 1214 કેસ
રાજ્યમાં આજે 4 મે ના રોજ અમદાવાદમાં સૌથી વધુ અને ત્યારબાદ બીજા ક્રમે સુરતમાં કોરોનાના સૌથી વધુ નવા કેસો નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 4693, સુરતમાં 1214, રાજકોટમાં 593, વડોદરામાં 563, જામનગરમાં 397 અને ભાવનગરમાં 391 કોરોનાના નવા કેસ નોધાયા છે. આ મહાનગરો ઉપરાંત મહેસાણા જિલ્લામાં 459 નવા કેસો નોંધાયા છે.

12,121 દર્દીઓને ડીસ્ચાર્જ કરાયા
રાજ્યમાં 4 મે ના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 12,121 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,64,396 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ 74.85 ટકા જેટલો થયો છે. રાજ્યમાં હાલ 1,48,297 એક્ટીવ કેસ છે, જેમાં 778 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 1,47,519 દર્દીઓની સારવાર ચાલી રહી છે. (Gujarat Corona Update)

Next Video