Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના વળતા પાણી, નવા 352 કેસ, 4 દર્દીઓના મૃત્યુ

|

Jun 15, 2021 | 7:50 PM

Gujarat Corona Update : રસીકરણ અભિયાનમાં આજે 15 જૂનના રોજ 2,63,630 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. કોરોના રસીકરણ અભિયાનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,08,21,654 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે.

Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના વળતા પાણી, નવા 352 કેસ, 4 દર્દીઓના મૃત્યુ
રચાનાત્મક તસ્વીર

Follow us on

Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાની પકડ ધીમી પડતી જઈ રહી છે. કોરોનાની બીજી લહેરમાં જે રીતે રાજ્યમાં કોરોનાના કેસો નવી ઉંચાઈએ પહોચ્યા હતા, એવી જ રીતે હવે રાજ્યમાં કોરોનાના કેસોમાં અને કોરોનાથી થતા મૃત્યુમાં ઘટાડો નોધાઇ રહ્યો છે.

રાજ્યમાં 15 જૂને ઘણા દિવસો પછી કોરોનાના 400 થી ઓછા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં એક્ટીવ કેસ ઘટીને 8884 થયા છે. નવા કેસ, મૃત્યુ અને એક્ટિવ કેસમાં થઇ રહેલા ઘટાડાથી રાજ્યમાં કોરોનાના વળતા પાણી છે એમ કહી શકાય. જો કે કોરોના સામે સાવધાની રાખવી એટલી જ જરૂરી છે.

352 નવા કેસ, 4 દર્દીઓના મૃત્યુ
રાજ્યમાં આજે 15 જૂનના રોજ કોરોનાના નવા 352 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 4 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,21,078 થઇ છે અને મૃત્યુઆંક 10,૦07 થયો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આજે રાજ્યના મહાનગરોમાં કોવીડ દર્દીઓના મૃત્યુના આંકડા જોઈએ તો અમદાવાદ શહેરમાં 2, સુરત જિલ્લામાં 1, અને જુનાગઢ જિલ્લામાં કોરોનાના કારણે 1 દર્દીનું મૃત્યુ થયું છે.

અમદાવાદ અને સુરતમાં 48-48 નવા કેસ
રાજ્યમાં આજે 15 જૂનના રોજ અમદાવાદ અને સુરત શહેરમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદ અને સુરતમાં 48-48 નવા કેસ, વડોદરામાં 29, રાજકોટમાં 22, ગાંધીનગરમાં 7, જામનગરમાં 6, જુનાગઢમાં 4, અને ભાવનગર કોરોના વાયરસનો માત્ર 1 નવો કેસ નોધાયો છે. અન્ય મૃત્યુ રાજ્યના જિલ્લાઓમાંથી છે. (Gujarat Corona Update)

 

1006 દર્દીઓ સાજા થયા
રાજ્યમાં આજે 15 જૂનના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 1006 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,02,187 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 97.70 ટકા જેટલો થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 8884 થયા છે, જેમાં 219 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 8665 દર્દીઓની સ્થિતિ સ્થિર છે.(Gujarat Corona Update)

આજે 2,63,630 લોકોનું રસીકરણ થયું
રાજ્યના રસીકરણ અભિયાનમાં આજે 15 જૂનના રોજ 2,63,630 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. કોરોના રસીકરણ અભિયાનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,08,21,654 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આજના દિવસે થયેલા રસીકરણની વિગત જોઈએ તો

1) 1282 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ,
2) 2462 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ,
3) 45 થી વધુ ઉમરના 41,751 લોકોને પ્રથમ ડોઝ,
4) 45 થી વધુ ઉમરના 28,055 લોકોને બીજો ડોઝ,
5) 18-45 વર્ષ સુધીના 1,87,214 લોકોને પ્રથમ ડોઝ,
6) 18-45 વર્ષ સુધીના 2866 લોકોના બીજા ડોઝનું રસીકરણ થયું છે. (Gujarat Corona Update)

Next Article