Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના 481 કેસ, 9 મૃત્યુ, પહેલીવાર 2.86 લાખથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું

|

Jun 11, 2021 | 8:40 PM

Gujarat Corona Update : રાજ્યમાં આજે 11 જૂનના રોજ એક્ટીવ કેસ ઘટીને 11,657 થયા છે, અને રીકવરી રેટ વધીને 97.36 ટકા જેટલો થયો છે.

Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના 481 કેસ, 9 મૃત્યુ, પહેલીવાર 2.86 લાખથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું
રચનાત્મક તસ્વીર

Follow us on

Gujarat Corona Update : રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસો અને સાથે મૃત્યુમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. બીજી બાજુ રસીકરણ અભિયાન પણ બુલેટ ગતિએ દોડી રહ્યું છે. રાજ્યમાં આજે 11 જૂનના રોજ કોરોનાના 481 નવા કેસ નોંધાયા છે. આ સાથે 1526 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં રસીકરણ અભિયાનમાં આજે પહેલીવાર 2.86 લાખથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

481 નવા કેસ, 9 મૃત્યુ
રાજ્યમાં આજે 11 જૂનના રોજ કોરોનાના નવા 481 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 9 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,19,376 થઇ છે અને મૃત્યુઆંક 9985 થયો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આજે રાજ્યના મહાનગરોમાં કોવીડ દર્દીઓના મૃત્યુના આંકડા જોઈએ તો અમદાવાદ શહેરમાં 2, ભાવનગર શહેરમાં 1, સુરત શહેરમાં 1, જયારે વડોદરા, રાજકોટ, જામનગર, જુનાગઢ અને ગાંધીનગર શહેરમાં એક પણ મૃત્યુ નોંધાયું નથી.

રાજ્યના જિલ્લાઓમાં કોવીડ દર્દીઓના મૃત્યુના આંકડા જોઈએ તો મહીસાગર, નવસારી, સાબરકાંઠા, બનાસકાંઠા, અને તાપી જિલ્લામાં 1-1 મૃત્યુ નોંધાયું છે.

અમદાવાદમાં 69, સુરતમાં 62 નવા કેસ
રાજ્યમાં આજે 11 જૂનના રોજ અમદાવાદમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 69, સુરતમાં 62, વડોદરામાં 51, રાજકોટમાં 24, જામનગરમાં 15, તથા જુનાગઢમાં 9, ગાંધીનગરમાં 8 અને ભાવનગર કોરોનાના માત્ર 2 નવો કેસ નોધાયો છે. (Gujarat Corona Update)

1526 દર્દીઓ સાજા થયા
રાજ્યમાં આજે 11 જૂનના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 1526 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,97,734 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 97.36 ટકા જેટલો થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 11,657 થયા છે, જેમાં 296 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 11,361 દર્દીઓની સ્થિતિ સ્થિર છે.(Gujarat Corona Update)

પહેલીવાર 2.86 લાખથી વધુ લોકોનું રસીકરણ
રાજ્યના રસીકરણ અભિયાનમાં આજે પહેલીવાર 2.86 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં આજે 11 જૂનના રોજ રસીકરણ અભિયાનમાં 2,86,459 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં

1) 1666 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ,
2) 3849 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ,
3) 45 થી વધુ ઉમરના 39,337 લોકોને પ્રથમ ડોઝ,
4) 45 થી વધુ ઉમરના 28,135 લોકોને બીજો ડોઝ,
5) 18-45 વર્ષ સુધીના 1,94,310 લોકોને પ્રથમ ડોઝ,
6) 18-45 વર્ષ સુધીના 19,162 લોકોના બીજા ડોઝનું રસીકરણ થયું છે. (Gujarat Corona Update)

આ પણ વાંચો : અમેરિકાના સૌથી મોટા ખેડૂત Bill Gates નું હજારો એકરનું ખેતર અંતરીક્ષમાંથી પણ દેખાય છે!

Published On - 7:57 pm, Fri, 11 June 21

Next Article